સગીરાની ડિલેવરી કરી ભુ્ણ ફેકનારા ડૉકટરની ધરપકડ
- મણિનગરમાં કચરાના ઢગલામાં
વટવામાં કેવલ મેડીકેર સેન્ટર હોસ્પિટલના ડૉક્ટર ચેતન શાહ સીસીટીવી ફુટેજ આધારે ઝડપાયા
અમદાવાદ,શનિવાર
મણિનગરમાં તાજેતરમાં કચરાના ઢગલામાંથી મૃત બાળકનું ભુ્રણ મળી આવ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં વટવામાં દવાખાનું ધરાવતા ડોક્ટર ચેનત.કે.શાહને ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં તેમણે સગીરાની ડિલેવીરી કરીને આ ભ્રુણ ફેકયું હોવાનું બહાર આવ્યું હતું.
આ કેસની વિગત એવી છે કે તાજેતરમાં મણિનગર વિસ્તારમાં આવકાર હોલ પાસે કચરના ઢગલામાંથી મૃત બાળકનું ભુ્રણ મળી આવ્યું હતું, પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં વટવા જીઆઇડીસી ખાતે કેડીલા ક્રોસીંગ નજીક કેવલ મેડીકેર સેન્ટર નામની હોસ્પિટલ ધરાવતા અને મણિનગર રામબાગ પાસે આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા ડૉ. ચેનતભાઇ કાંતીલાલ શાહની ધરપકડ કરી હતી પોલીસ તપાસમાં તેઓએ સગીરાનીરૃા. ૧૫૦૦માં ડીલેવરી કરી હતી અને આ ભુ્રણ કોથળીમાં પેક કરીને કચારાના ઢગલામાં ફેક્યું હતું.