અમદાવાદ, તા.13 જુલાઇ 2020, સોમવાર
જુના વાડજમાં સરદારનો ટેકરો અંબે માતાના મંદિર સામે કેટલાક સ્ત્રી-પુરૂષો જુગાર રમી રહ્યા હોવાની માહિતી બહાર જ પોલીસને મળી હતી. તેના આધારે પોલીસે દરોડો પાડતા બે મહિલા સહિત આ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને ત્રણ મોબાઈલ મળીને 30,850 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


