Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા ઘર બેઠા બર્થ સર્ટિફિકેટ મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાઈ

- લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનુ પાલન થાય તે માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

Updated: May 14th, 2020

GS TEAM


Google News
Google News
વડોદરા કોર્પોરેશન દ્વારા ઘર બેઠા બર્થ સર્ટિફિકેટ મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાઈ 1 - image

વડોદરા, તા.14 મે 2020, ગુરૂવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કોરોના સંક્રમણથી બચવા અને સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન થાય તે માટે લોકોને કોર્પોરેશન સુધી ધક્કો ખાવો ન પડે તે માટે ઘર બેઠા બર્થ સર્ટિફિકેટ મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાઇ છે. 

સામાન્ય રીતે હોસ્પિટલમાં બાળકનો જન્મ થાય એટલે હોસ્પિટલમાંથી ઓનલાઈન જન્મનું રજિસ્ટ્રેશન કોર્પોરેશનમાં થઈ જાય છે, પરંતુ તેમાં બાળકનું નામ નથી લખાતું બાળકના નામ સાથે સર્ટિફિકેટ લેવા માટે અરજી કરનારે બાળકનું નામ સિલેક્ટ કરીને કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા અરજી ફોર્મેટમા આધાર કાર્ડ અને હોસ્પિટલના બાળકના નામ વિના આપેલા જન્મના દાખલા સાથે કોર્પોરેશનને ઈમેલ registrar.bdrs@vmc.gov.in અથવા વોટ્સએપ નંબર 9408735157 ઉપર મોકલી આપવાના રહેશે.

વડોદરા કોર્પોરેશન દ્વારા ઘર બેઠા બર્થ સર્ટિફિકેટ મળી રહે તેવી વ્યવસ્થા શરૂ કરાઈ 2 - imageલોકડાઉન દરમિયાન બર્થ સટીફીકેટ મેળવવા લોકોને તકલીફ ન પડે તે માટે આ સુવિધા શરૂ કરાઇ છે. ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી કરનારને બાળકના નામ સાથે સુધારેલું બર્થ સર્ટિફિકેટ પોસ્ટ દ્વારા ઘેર બેઠાં મોકલવામાં આવશે બાળકના જન્મ બાદ આમ તો એક વર્ષમાં નામ સિલેક્ટ કરીને નામ સાથે બર્થ સર્ટિફિકેટ મેળવી લેવાનું રહે છે. 

કોરોના સંક્રમણને જોતા સરકારે લોકોની સલામતી માટે કોઈપણ અરજદારે સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે ઓફિસમાં રૂબરૂ સંપર્ક કરવા પ્રતિબંધ મૂક્યો છે જેથી ઓનલાઇન અરજી કરી સર્ટીફીકેટ મેળવી લેવાની સિસ્ટમ શરૂ કરી છે. જોકે કોઈ વ્યક્તિ રૂબરૂ અરજી દેવા આવશે તો તે પણ કોર્પોરેશન સ્વીકારશે વડોદરામાં દર વર્ષે આશરે 32 હજાર બાળકોના જન્મની નોંધણી થાય છે.

Tags :