Get The App

GTU દ્વારા સંચાલિત ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજને ફુલટાઈમ Ph.Dની મંજૂરી

Updated: Dec 20th, 2020

GS TEAM


Google News
Google News
GTU દ્વારા સંચાલિત ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજને ફુલટાઈમ Ph.Dની મંજૂરી 1 - image


- ટેકનિકલ કાઉન્સિલે વધુ એક કોલેજને મંજૂરી આપી માસિક31થી35 હજારનું સ્ટાઈપેન્ડ પણ અપાશે

અમદાવાદ, તા. 20 ડિસેમ્બર, 2020, રવિવાર

જીટીયુ સંચાલિત ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટ(જીપેરી)ને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન-એઆઈસીટીઈ દ્વારા ફુલ ટાઈમ પીએચડીની મંજૂરી આપવામા આવી છે.આ કોલેજ સાથે હવે જીટીયુ સંલગ્ન બે કોલેજો ફુલ ટાઈમ પીએચડી પ્રોગ્રામ માટે માન્યતા ધરાવતી થઈ ગઈ છે.

ગુજરાત પાવર એન્જિ.એન્ડ રીસર્ચ ઈન્સ્ટિટયુટમાં વર્ષોથી બેઠકો ખાલી રહેતા અને સારી રીતે સંસ્થા ચાલતી ન હોવાથી સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષથી જીટીયુને સંચાલન માટે આપી છે.જીટીયુએ સંચાલન હસ્તગત કરતા જ પ્રથમ વર્ષે એઆઈસીટીઈ દ્વારા ફુલ ટાઈમ પીએચડી માટે મંજૂરી અપાઈ છે.એઆઈસીટીઈ દ્વારા વિવિધ કોલેજો પાસેથી ફુલટાઈમ પીએચડી પ્રોગ્રામ સેન્ટર માટે દરખાસ્તો મંગાઈ હતી.

જેમા વિવિધ કોલેજોએ અરજી કરી હતી.જીપેરી સંસ્થાને ઈન્ફ્રાસ્ટ્રકચર,લેબોરેટરી, પીએચડી ગાઈડ સહિતના માપદંડોને આધારે ફુલ ટાઈમ પીએચડી માટે કાઉન્સિલે મંજૂરી આપી છે.જેને પગલે હવે ઈલેક્ટ્રિકલ,સિવિલ,મિકેનિકલ અને કોમ્પ્યુટર બ્રાંચમાં વિદ્યાર્થી પીએચડી કરી શકશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મહેસાણા સ્થિત જીપેરી સંસ્થાને મંજૂરી મળતા મોટો ફાયદો થશે.

નિયમો મુજબ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી માસિક 31 હજાર અને ત્રીજા વર્ષે 35 હજાર સ્ટાઈપેન્ડ અપાશે. પ્રવેશ માટે વિદ્યાર્થીએ છેલ્લા પાંચ વર્ષમા ગેટ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ અને માસ્ટર ડિગ્રીમાં 7.5 સીજીપી હોવા જોઈએ. મહત્વનું છે કે આ પહેલા સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજ એલ.ડી કોલેજને પણ ફુલ ટાઈમ પીએચડી માટે મંજૂરી મળી છે.

Tags :