વડોદરા જિલ્લામાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલઃબે કાર્યકારી પ્રમુખની નિમણૂક, પ્રમુખની સત્તા પર કાપ

વડોદરાઃ વડોદરા જિલ્લામાં ઉમેદવારો નક્કી કરવામાં કોંગ્રેસમાં ભારે વિરોધ વંટોળ થયા બાદ ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

વડોદરા જિલ્લા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનાર જિલ્લા  સંગઠન મહામંત્રી અભિષેક ઉપાધ્યાયને જિલ્લાના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 

જ્યારે,વડોદરા તાલુકા કોંગ્રેસના પ્રમુખે પણ રાજીનામું આપતાં તાલુકાના સિનિયર આગેવાન કનુભાઇ ગોહિલને પણ કાર્યકારી જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઇ છે.જેથી જિલ્લા પ્રમુખની સત્તા પર કાપ મુકાયો છે.તો જયેન્દ્ર પરમાર અને રાજુભાઇ ઠાકોરને વડોદરા તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

City News

Sports

RECENT NEWS