Get The App

એપીએલ,બીપીએલ અને અંત્યોદય મળી 1.67 લાખ કાર્ડધારકોને નિઃશુલ્ક અનાજ

Updated: Nov 20th, 2021

GS TEAM

Google News
Google News
એપીએલ,બીપીએલ અને અંત્યોદય મળી 1.67 લાખ કાર્ડધારકોને નિઃશુલ્ક અનાજ 1 - image


અનાજનો જથ્થો પૂરતી માત્રા આવી ગયા બાદ તમામ લાભાર્થીઓ સુધી સુવ્યવસ્થિત રીતે વિતરણ થાય તેની તકેદારી રાખવા કલેક્ટરની સુચના

ગાંધીનગર : જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમતિની બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી નિરૃપા ગઢવીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં કુલ- ૩૬૦ વાજબી ભાવની દુકાનો છે. જેમાં ગાંધીનગર ગ્રામ્યમાં ૧૦૩ અને શહેરમાં ૨૧, કલોલ તાલુકામાં ૮૫, માણસા તાલુકામાં ૮૦ અને દહેગામ તાલુકામાં ૭૧ વાજબી ભાવની દુકાનો છે. કેટેગરીવાઇઝ રેશનકાર્ડની વિગતો ઉપર નજર કરીએ તો એપીએલ- વનકાર્ડ ૨.૧૨ લાખ, એપીએલ-ટુ કાર્ડ ૧૫,૧૪૯, બીપીએલ કાર્ડ  ૪૩,૧૮૨ અને અંત્યોદય ૧૧,૨૪૮ કાર્ડ મળી કુલ ૨,૮૨,૧૫૭ રેશનકાર્ડ છે. જે પૈકી એન.એફ.એસ.એ. કેટેગરીવાઇઝ રેશનકાર્ડમાં એપીએલ - ૧ કાર્ડ- ૧,૧૨,૭૦૮, એપીએલ- ૨ કાર્ડ ૫૪૬, બીપીએલ કાર્ડ  ૪૩,૧૬૯ અને અંત્યોદય કાર્ડ  ૧૧,૨૪૮ મળી કુલ- ૧,૬૭,૬૭૧ કાર્ડ છે. ઉપરાંત પીડીએસ વેબસાઇટમાં ૩,૪૦૧ કાર્ડનું મોબાઇલ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

પુરવઠા અધિકારીએ ઉમેર્યું હતું કે, એટીવીટી અન્વયે ઓકટોબર માસમાં ૬,૮૫૭ અરજી આવી હતી. જેમાંથી ૬,૧૪૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ ૫૩૮ અરજીઓ રદ કરવામાં આવી છે. ૧૭૯ અરજીઓ બાકી છે. તેની સાથે ઇ- એફ.પી.એસ. અંતર્ગત ૧,૬૭,૬૭૧ બાયોકાર્ડ છે. ઇ-એફપીએસ સિસ્ટમ દ્વારા ૧,૬૨,૦૭૨ વિતરણ કરાયેલ બાયો કાર્ડ છે. જેની કામગીરી ૯૬.૬૬ ટકા છે. 

Tags :