સિવિલ પાસે લકઝરી નીચે કચડાતા વૃધ્ધાનું બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી વૃધ્ધનું મોત
બાપુનગરમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ
સિવિલ પાસે રહેતા વૃધ્ધા રોડ ક્રોસ કરતા હતા લક્ઝરીની ટક્કરથી મોત
અમદાવાદ,શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, સિવિલ હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે વૃધ્ધા રોડ ક્રોસ કરતા હતા. આ સમયે લકઝરી બસના ડ્રાઇવરે ટક્કર મારતાં ટાયર નીચે કચડાતા સ્થળ પર મોત થયું હતું. બીજા બનાવમાં બાપુનગરમાં લોડિંગ રિક્ષા ચાલક વૃધ્ધનું રિક્ષાની ટક્કરથી મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સિવિલ પાસે રહેતા વૃધ્ધા રોડ ક્રોસ કરતા હતા લક્ઝરીની ટક્કરથી મોત બાપુનગરમાં વૃધ્ધને પેટમાં દુખાવો થતા બીજા દિવસે હોસ્પિટલમાં મોત થયું
આ કેસની વિગત એવી છે કે સિવિલ હોસ્પિટલ,યુ.એન. મહેતા હાસ્પિટલ સામે સનરાઇઝ પાર્કમાં રહેતા મધુબહેન કાનજીભાઇ (ઉ.વ.૬૫) આજે સવારે ૫.૪૫ વાગે ચાલત ચાલતા યુ.એન. મહેતા હોસ્પિટલ સામેથી પસાર થતા હતા. આ સમયે સિવિલ કોર્નર તરફથી પૂર ઝડપે આવી રહેલી લકઝરીના ડ્રાઇવરને પોતાના વાહનના સ્ટિયરીંગ પરના કાબુ ગુમાવી બેસતા વૃધ્ધાને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે લકઝરીની ટાયર નીચે કચડાતા સ્થળ પર મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક એફ ડિવિઝન પોલીસે ગુનો નોંધી લકઝરીના ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં નિકોલ ઇન્ડિયાકોલોની રોડ ઉપર ઇશ્વરચરણ પ્લેટીના ફ્લેટમાં રહેતા અને લોડિંગ રિક્ષા ચલાવતા રાજેશભાઇ ભીખભાઇ ચૌહાણ (ઉ.વ.૬૦) તા. ૩ના રોજ બપોરે લોડિંગ રિક્ષામાં માલ સામાન ભરીને જતા હતા. જ્યાં બાપુનગર એસ.ટી.સ્ટેન્ડથી લાલ બહાદુર સ્ટેડીય પાસે સાઇડમાં ટેમ્પો ઉભો રાખીને મટીરિયલ્સ ખસી જતાં સરખું કરી રહ્યા હતા. આ સમયે પાછળથી પૂર ઝડપે આવી રહેલી રિક્ષાના ડ્રાઇવરે તેઓને પાછળથી ટક્કર મારી હતી. જેથી પેટમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરે ગયા હતા બાદમાં પેટમાં દુખાવો થતાં બીજા દિવસે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે મોડી રાતે મોત થયું હતું, આ બનાવ અંગે ટ્રાફિક એચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી રિક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આઠ દિવસ પહેલા નારોલ પિરાણા રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલા ૭૦ વર્ષના વૃધ્ધને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઇ ગયો હતો, સારવાર દરમિયાન આજે માત નીપજ્યું હતું.