વિધર્મીની વધુ એક કરતૂત બહાર આવી,કોલેજીયન યુવતીની છેડતી કરી
ચાર મહિનાથી પીછો કરી હેરાન કરતો હતો
વડોદરા,તરસાલી બ્રિજ પાસે કાન્હા નિર્મલ હોટલમાં પોતાની ખોટી ઓળખ આપી યુવતી સાથે રોકાયેલા વિધર્મી દ્વારા અન્ય એક યુવતીની સાથે મિત્રતા કરી છેડતી કરવામાં આવી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે તેની સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે.
તરસાલી બ્રિજ પાસે કાન્હા નિર્મલ કોમ્પલેક્સ ખાતે આવેલી હોટલ રાધે ગેસ્ટ હાઉસમાં ખોટું આધાર કાર્ડ રજૂ કરી એક વિધર્મી યુવતીને લઇને ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો.પોલીસે હોટલના મેનેજર દિનેશકુમાર ભેરારામ ચૌધરી (રહે.હાલ રાધે ગેસ્ટ હાઉસ,મૂળ રહે.રાજસ્થાન) વિધર્મીને પોતાનું આઇ.કાર્ડ આપનાર હિતેનકુમાર જશુભાઇ ઠાકોર (રહે.ઘંટીવાળું ફળિયું, મારેઠા) તથા વિધર્મી ઇરફાન રફિકભાઇ દિવાન (રહે.મારેઠા ગામ)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.વિધર્મીની કરતૂતોનો પર્દાફાશ થતા તેનો ભોગ બનેલી વધુ એક કોલેજીયન યુવતી હિંમત દાખવીને પોલીસ સ્ટેશન ગઇ હતી.તેણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ઇરફાન છેલ્લા ચાર મહિનાથી મારો સતત પીછો કરતો હતો.અને એક વખત તેણે મારો હાથ પકડીને છેડતી કરી હતી.મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.