Get The App

રીલ સ્ટાર અને વડોદરા તાલુકા પંચાયતની યુવા પ્રમુખની ઉલ્ટા તિરંગા સાથે રીલ વાયરલ

Updated: Aug 16th, 2024

GS TEAM


Google News
Google News
રીલ સ્ટાર અને વડોદરા તાલુકા પંચાયતની યુવા પ્રમુખની ઉલ્ટા તિરંગા સાથે રીલ વાયરલ 1 - image


Vadodara News : સોશિયલ મીડિયા પર રીલ મુકી પ્રચલિત બનેલા રીલ સ્ટાર વડોદરા તાલુકા પંચાયતના યુવા પ્રમુખની ઉલટા તિરંગા સાથેની રીલ વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. 

વડોદરા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પોર ખાતે રહેતા યુવા કાર્યકર અંકિતા પરમારની પસંદગી કરવામાં આવી હતી. અંકિતાબેન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેમની રીલ પણ લોકો પસંદ કરતા હોય છે. 

પરંતુ તા.15 ઓગસ્ટ નિમિત્તે અંકિતા પરમારની ઉલ્ટા તિરંગા સાથે વાયરલ થયેલી રીલે વિવાદ સર્જતાં તરત જ સોશિયલ મીડિયા પરથી આ રીલ ખસેડી દેવામાં આવી હતી. 

મહિલા પ્રમુખનું કહેવું છે કે, મારી ભૂલ હું સ્વીકારું છું. આ એક ટેકનિકલ એરર હતી. બેક સાઈડથી ફોટો શૂટ કરવાનું હોવાથી આ એરર થઈ હતી. રીલ પોસ્ટ કરી નથી પરંતુ કેટલાક ફોટા મુકાઈ ગયા હતા જે તરત જ ડીલીટ કરી દેવામાં આવ્યા હતા.

Tags :