Get The App

અનિલ સ્ટાર્ચ બિલ ડિસ્કાઉન્ટના રવાડે ચઢી અને ખાડામાં ઉતરી ગઈ

Updated: Oct 14th, 2021

GS TEAM

Google News
Google News
અનિલ સ્ટાર્ચ બિલ ડિસ્કાઉન્ટના રવાડે ચઢી અને ખાડામાં ઉતરી ગઈ 1 - image


એક જમાનામાં કરોડોમાં આળોટતી અનિલ સ્ટાર્ચને 2015 પછી કામદારોના પગાર કરવાના પણ ફાંફા પડયા

અમદાવાદ : ચીનુભાઈ મણિભાઈ શેઠે 1939માં સ્થાપેલી અનિલ સ્ટાર્ચનો તપતો સુરજ અમોલ શેઠે બિલ ડિસ્કાઉન્ટિંગનો ધંધો ચાલુ કર્યો ત્યારબાદ અવદશાનો આરંભ થયો હતો.

અમોલ શેઠે બૅન્કો પાસેથી લીધેલી 750 કરોડની આસપાસની લોનની ચૂકવણી કરવામાં તકલીફ પડી ત્યારબાદ તેમણે લોકો પાસેથી ઊંચા વ્યાજે ડિપોઝિટ લેવાનું અને વ્યાજના ફોરવર્ડ ડેટના ચેક આપવાનું ચાલુ કર્યું હતું. પરંતુ આ ચૅક પણ સ્વીકારાયા વિના જ પરત ફરતાં 2013-15ના અરસાથી તેમની સામે બૂમ ઊઠી હતી.

ત્યારથી આજ સુધી આ કંપની બેઠી થઈ શકી નથી. અમોલ શેઠની અતિશય મોટી મહાત્વાકાંક્ષા જ કંપનીને ખાડામાં લઈ ગઈ હોવાનું મનાય છે. એક જમાનામાં જે કંપનીનો દેશદેશાવરમાં દબદબો હતો આજે તે કંપનીના પાટીયા ઉતરી ગયા છે. એક ડિફોલ્ટરની કક્ષામાં આવી ગઈ છે. બૅન્કો અને ડિપોઝિટર્સ કપાળે હાથ દઈને રોઈ રહી છે. 

પંદર વર્ષ પૂર્વે જ અમોલ શેઠના નેતૃત્વમાં આવેલા નવા મૅનેજમેન્ટની કાર્યપદ્ધતિથી જ અનિલ સ્ટાર્ચની પડતીનો આરંભ થયો હોવાનું માનવામાં આવે છે. એક પરિવારના સંચાલન હેઠળની પેઢીમાંથી અનિલ સ્ટાર્ચને સ્ટાર્ચ સિવાયના અન્ય પ્રોડક્ટ્સના ઉત્પાદનો તરફ પણ લઈ જવાની ખ્વાહિશ પછી જ કંપનીની દશા બેઠી હતી.

અમોલ શેઠના વડપણ હેઠળની ટીમમાં અનુરાગ કોઠાવાલા, નલીન કુમાર ઠાકુરનો સમાવેશ થાય છે.તેમણે અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેન્કલોર અને કોલકાતા સુધી તેમના બિઝનેસનું ફલક વિસ્તાર્યું હતું. તેમણે યુએઈ અને યુરોપના દેશો સુધી તેમના કામનું ફલક લઈ જવાનું આયોજન કર્યું હતું. 

દોઢ લાખ ચોરસ મીટર જમીન પર પથરાયેલી અનિલ સ્ટાર્ચ અનિલ ગુ્રપની મુખ્યકંપની છે.રોજની માત્ર એક ટન મકાઈનું મિલિંગ કરવાથી તેણે શરૂઆત કરી હતી. જે સમય જતાં રોજના 500 ટનની ક્ષમતાએ પહોંચી હતી. 

ટેક્સટાઈલ, પેપર, ફૂડ અને ઠંડાપીણા, ફાર્માસ્યૂટિકલ્સ અન ેકેમિકલ ઇન્ડસ્ટ્રી માટે જુદાં જુદાં પ્રોક્ટ બનાવતી હતી. કેમિકલ સ્ટાર્ચ, મોડિફાઈડ સ્ટાર્ચ, ડેક્સટ્રિન્સ, ડેક્સ્ટ્રોઝ, મોનો  હાઈડ્રેટ લિક્વિડ ગ્લુકોઝ, કોર્ન સિરપ, સોર્બિટોલ જેવા ઉત્પાદનો તૈ બનાવે છે.

રિસર્ચ એન્ડ ઇન્નોવેશન કંપનીનો મોટો પ્લસ પોઈન્ટ હતો. સ્થાનિક બજાર ઉપરાંત નિકાસના બજારમાં પણ તેનું વર્ચસ્વ હતું. વિશ્વના 35 દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ થતી હતી. કસ્ટમર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તે ચાલતી હોવાથી 60થી 70 વર્ષ સુધી તેનો સૂરજ તપતો રહ્યો હતો. સ્ટોક માર્કેટમાં પણ ેતના શેરની બોલબાલા હતી.

એક સમયે તેનું માર્કેટ કેપ રૂા. 200 કરોડનું હતું. બજારમાં તેની શાખ પણ મોટી હતી. તેના કસ્ટમર્સને પણ તેના પર ભરપૂર વિશ્વાસ હતો. 1993ના જુલાઈમાં કંપની પબ્લિક લિમિટેડ બની હતી. તેણે રૂા. 100 કરોડની શેેરમૂડી અને 48.56 કરોડની પેઈડ અપ કેપિટલ સાથે નવી ઇનિંગનો આરંભ કર્યો હતો. આ તબક્કે તેના ડિરેક્ટર તરીકે શાલીભદ્ર શાહ, અનિશ કસ્તુરભાઈ શાહ અને અમોલ શેટ હતા. 

બૅન્કમાંથી રૂા.750 કરોડની લોન લીધી અને ચૂકવી જ ન શકાઈ

આ બધાં આયોજનોને પાર પાડવા માટે તેમણે બૅન્કોમાંથી મોટી રકમની લોનનો ઉપાડ કર્યો હતો. આ રકમની ચૂકવણી કરવામાં તકલીફ પડતાં પૈસાનું રોટેશન ચાલતુ રહે તે માટે તેમણે બિલ ડિસ્કાઉન્ટિંગનું અને બજારમાંથી ઊંચા વ્યાજે નાણાં લેવાનો આરંભ કર્યો હતો. આ રકમ રૂા. 700થી 1000 કરોડ જેટલી થઈ ગઈ હતી. વ્યાજ ઊંચું હોવાથી તેમને તેનું વ્યાજ ચૂકવવામાં પણ તકલીફ પડવા માંડી હતી.

પરિણામે તેમણે ડિપોઝિટર્સને આપેલા વ્યાજના ચૅક પણ અનપેઈડ રિટર્ન થવા માંંડયા હતા. તેથી ડિપોઝિટર્સ અન ેબૅન્કોએ તેમની પાસેથી ઉઘરાણી ચાલુ કરી હતી. તેની સાથે જ કંપનીની અવદશાનો આરંભ થયો હતો.પરિણામે કંપની બૅન્કની અને ડિપોઝિટર્સની ડિફોલ્ટર બનવા માંડી હતી. 2013થી માઠી દશા બેઠાં પછી કંપનીની છેલ્લી વાર્ષિક સામાન્ય સભા સપ્ટેમ્બર 2015માં થઈ હતી. ત્યારબાદ કંપનીના કામકાજના બહુ ઠેકાણા રહ્યા નહોતા. 

600 કર્મચારીઓના પગાર ન ચૂકવાયા અને મામલો લેબર કોર્ટમાં પહોંચ્યો

2015 પછી તો કેપનીને કામદારોના પગાર કરવાના પણ ફાંફા પડી ગયા હતા. 400 વર્કર અને 200ના ઑફિસ સ્ટાફનોપગાર પણ બંધ આપી શકાયો નહોતો. તેમાંથી 40 જેટલા કામદારો કર્મચારીઓએ નોકરી છોડી દઈને લૅબર કમિશનરની કચેરીમાં ધા નાખી હતી. 20217માં આ અંગેનો કેસ પણ ચાલ્યો હતો.

કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુઈટી પણ ચૂકવવાના ફાંફા પડી ગયા તેથી પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં પણ કંપની સામે ફરિયાદ થઈ હતી. કંપનીનું શેરબજારમાં લિસ્ટિંગ હોવાથી કર્મચારીઓના પગાર ન ચૂકવવાને મુદ્દે બીએસઈ-બોમ્બે સ્ટૉક એક્સચેન્જના સત્તાવાળાઓએ પણ તેની પાસેથી ખુલાસો માગ્યો હતો.

2016ની સાલમાં તેમની પાસે આ ખુલાસો માગવામાં આવ્યો હતો. લગભગ ત્યારથી જ અમોલ શેઠ ભાગેડું છે. તેમના લેણિયાતો પૈસા લેવા માટે કંપનીની બહાર એકઠાં થતાં રહ્યા છે. પરંતુ તેમને તેમના નાણાં પરત મળ્યા જ નથી. કેટલાક વગદારોએ વ્યાજ જતું કરીને તેમની મૂડી પાછી કઢાવી લીધી છે.

અનિલ સ્ટાર્ચની મિલકતો હરાજી માટે કાઢી

પરિણામે અનિલ સ્ટાર્ચને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલને હવાલે કરવાની પણ નોબત આવી છે. કંપનીને ફડચામાં લઈ જવી પડી હતી.  લેણિયાતોના નાણાં ચૂકવવા માટે ફેબુ્રઆરી 2019માં તેમની જમીનની હરાજી કરવામાં આવી હતી. તેમની નરોડા અને બાપુનગરમાં આવેલી જમીનનું મૂલ્ય રૂા. 717 કરોડનું રાખવામાં આવ્યું હતું.

તેમ જ પ્લાન્ટ અને મશીનરીની કિંમત અંદાજે રૂા. 60 કરોડની રાખવામાં આવી હતી.રામચંદ્ર દલ્લારામ ચૌધરી નામના લિક્વિડેટરે હરાજીની પ્રક્રિયા કરી હતી. પરંતુ આ જમીનના અપેક્ષા મુજબનાભાવ ઉપજ્યા નહોતા. તેથી એપ્રિલ 20219માં ફરીથી આ જમીનની હરાજી યોજવામાં આવી હતી. તેની રિઝર્વ કિંમત રૂા. 635 કરોડ અને પ્લાન્ટ, મશીનરી અને બિલ્ડિંગની કિંમત રૂા. 55 કરોડની રાખવામાં આવી હતી.

આગસ્ટ 2019માં જમીનના ભાવ રૂા.650 કરોડ અને પ્લાન્ટ મશીનરીની કિંમત રૂા. 50કરોડ રાખી ત્રીજીવાર હરાજી યોજવામાં આવી હતી. માર્ચ 2021 સુધી તેની જમીનની હરાજી થઈ શકી નથી. માર્ચ 2021માં પણ તેની હરાજી માટે એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરિણામે લેણિયાતોના નાણાં હજી સુધી છૂટી શક્યા નથી. 

કંપનીના ગેરેન્ટરો પણ તકલીફમાં મૂકાયા

અનિલ ન્યુટ્રીઅન્ટ્સ લિમિટેડે રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ પાસેથી લીધેલી રૂા. 10 કરોડની લોન પરત ન ચૂકવી શકતા તેણે અમદાવાદની એનસીએલટીની બૅન્ચમાં નાદારી માટેની અરજી ફાઈલ કરી હતી. કંપની કરોડોની ખોટ કરી રહી છે અને લેણિયાતોના નાણાં ચૂકવી શકે તેમ જ ન હોવાનું જણાવીને આ અરજી કરવામાં આવી હતી.

Tags :