Get The App

યુવાન પરિણીતા પર બળાત્કાર ગુજારી ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ

પરિણીતાને ફોન પર ધમકી આપી થુવાવી બોલાવી એકાંતમાં જબરજસ્તી લઇ જઇ બળાત્કાર ગુજાર્યો, ચપ્પુના ઘા માર્યા અને સારવાર પણ કરાવી

Updated: Jan 21st, 2020

GS TEAM

Google News
Google News
યુવાન પરિણીતા પર બળાત્કાર ગુજારી ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ 1 - image

ડભોઇ,તા.૨૧ જાન્યુઆરી, મંગવાર

વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતી  ૨૭ વર્ષની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ થુવાવી ગામમાં રહેતા ઇમરાન મલેક નામના યુવકે પરિણીતાને થુવાવી બોલાવી બળાત્કાર ગુજાર્યા બાદ ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કરતા સંમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

ડભોઇ તાલુકાના ભીલાપુર ગામમાં લગ્નપ્રસંગે રોકાયેલી પરિણીતા સાથે ગામમાં ભાડેથી રહેતા ઇમરાન મજીદ મલેક સાથે આંખ મળી જતાં  બંને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી હતી અને બંને મળીને શારીરિક સુખ પણ માણતા હતા જો કે  આ વાતની જાણ પરિણીતાના પતિને થતાં તેને સમજાવી લેતાં સંબંધ પરિણીતાએ ઇમરાન મજીદ મલેક સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું.

જો કે યુવાન પરિણીતાના પ્રેમમાં પાગલ બનેલા ઇમરાન મજીદ મલેકે મોબાઇલ કરી થુવાવી આવવા ધમકી આપતાં પરિણીતા પુત્રને લઇ થુવાવી આવી હતી. સાંજે ઇમરાન તેને રાજલી- બનૈયાના સુમસામ માર્ગે લઇ ગયો હતો. અને તેને પોતાની પત્ની બનવા દબાણ કર્યું હતું જો કે પરિણીતાએ પોતે એક પુત્રની માતા હોવાથી તેની સાથે આવી નહીં શકે તેમ જણાવતાં ઇમરાન ગુસ્સે ભરાયો હતો. અને અંધારામાં ઝાડીઓમાં ખેંચી લઇ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો.

પરિણીતા હજી કાંઇ સમજે તે પહેલા ઇમરાને  ચપ્પુ કાઢી સુતેલી પરિણીતાના ગુપ્તાંગ પર ચપ્પુ ઝીંક્યું હતું. પણ પરિણીતાએ ઘા ચુકાવી દેતાં ગુપ્તાંગની નજીક ચપ્પુનો ઘા વાગ્યો હતો. તે પછી પણ ઇમરાને  ચપ્પુના બે-ત્રણ ઘા પેઢુ અને પેટ પર મારી દેતાં પરિણીતા બે ભાનઅવસ્થામાં પહોંચી ગઇ હતી. હુમલાખોરની હેવાનિયત હજી પ્રકાશવાની બાકી હોય તેમ લોહી લુહાણ પરિણીતાને ઉઠાવી ચલાવીને થુવાવીના દવાખાને લઇ જઇ સારવાર કરાવી તેના ઘરે રવાના કરી દીધી હતી.

બનાવ અંગે ડભોઇ પોલીસે બળાત્કાર અને જીવલેણ હુમલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.



Tags :