Get The App

જખવાડા પાસે ટ્રેન નીચે ઝંપલાવીને અજાણ્યા યુવાને આપઘાત કર્યો

Updated: Oct 30th, 2021

GS TEAM

Google News
Google News
જખવાડા પાસે ટ્રેન નીચે ઝંપલાવીને અજાણ્યા યુવાને આપઘાત કર્યો 1 - image

- વિરમગામ અમદાવાદ વચ્ચે આવેલા

- રેલવે પોલીસે મૃતદેહનો કબજો લઇને યુવાનના વાલી વારસની શોધખોળ શરૂ કરી

વિરમગામ : વિરમગામ શહેર અને તાલુકામાં આપઘાત કરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આજરોજ બપોર વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક ઉપર કોઇ કારણોસર અજાણ્યા યુવાનને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફતી મળતી માહિતી મુજબ વિરમગામ અમદાવાદ રેલવે ટ્રેક જખવાડા પાસે બપોરના સમયે કોઈ અજાણ્યા યુવાનને એન્જીનની આગળ પડતું મુકી આપઘાત કરી મોતને વ્હાલ કર્યું હતું આ બનાવની જાણપોલીસ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ પીએમ અર્થ સરકારી હોસ્પીટલ વિરમગામ ખાતે ખસેડવામાં આવી હતી મરણજનાર યુવાને ભૂખરા કલરનું પેન્ટ ચેક્સનો શર્ટ અને આસમાની કલરની ટી શર્ટ પહેરી છે આ યુવાન કોઈ વાલી વારસો હોય તેમણે વિરમગામ રેલવે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ બનાવની વધુ તપાસ વિરમગામ પોલીસ ચલાવી રહી છે.