Get The App

વહેલી સવારે કાર ચાલકે મોપેડને ટક્કર મારતા વૃધ્ધનું સ્થળ ઉપર મોત

ઓઢવમાં હિટ એન્ડ રન ઃ વૃધ્ધને મોતને ઘાટ ઉતારી કાર ચાલક ભાગી ગયો

૧૦૦થી વધુની સ્પિડે કાર હંકારી ટક્કર મારતા મોપેડ ૧૦૦ મીટર ઢસડાયું

Updated: Sep 23rd, 2022

GS TEAM

Google News
Google News
વહેલી સવારે કાર ચાલકે મોપેડને  ટક્કર મારતા વૃધ્ધનું સ્થળ ઉપર  મોત 1 - image

અમદાવાદ,શુક્રવાર

ઓઢવમાં હિટ એન્ડ રન તથા અકસ્માત મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યા છે, આજે વહેલી સવારે દૂધનો વ્યવસાય કરતા વૃધ્ધ મોપેડ ચલાવી ગુરુદ્વારા પાસેથી પસાર થતા હતા અને રોડ ક્રોસ કરતા હતા આ સમયે કારના ચાલકે મોપેડને ટક્કર મારી હતી જેથી  વૃધ્ધનું સ્થળ ઉપર મોત થયું હતું, કારની સ્પિડ ૧૦૦થી વધુ  હોવાથી મોપેડ રોડ ઉપર ૧૦૦ મીટર સુધી ઢસડાયું હતું.

૧૦૦થી વધુની  સ્પિડે કાર હંકારી ટક્કર મારતા મોપેડ ૧૦૦ મીટર  ઢસડાયું ઃ ટોળુ પાછળ પડતા કાર લઇને ડ્રાઇવર ભાગી ગયો

આ કેસની વિગત એવી છ ેકે ઓઢવ ગામમાં રામજી મંદિર પાસે ઢાળની પોળ પાસે વાણીયાવાસમાં રહેતા અને ઓઢવ ગામમાં મારુતી આઇસ કોર્નરના નામે દૂધનું પાર્લર ચલાવતા કનુંભાઇ રાવજીભાઇ પટેલ (ઉ.વ.૬૫) આજે સવારે પાંચ વાગે તેઓ દૂધ લઇને ઓઢવ ગુરુદ્વારા પાસે ગયા હતા. આ સમયે ચાર રસ્તા પાસે મોપેડ લઇને રોડ ક્રોસ કરતા હતા અને ૧૦૦થી વધુની સ્પિડે આવી રહેલા કારના ડ્રાઇવરે પોતાના વાહનના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી બેલતાં મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેથી વૃધ્ધ રોડ ઉપર પટકાયા હતા તેમને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી સ્થળ પર મોત નીપજ્યું હતું.

બીજીતરફ કારમાં આગળના ભાગે  ભરાઇ જતાં મોપેડ ૧૦૦ મીટર સુધી ઢસાડાયું હતું. આ બનાવની જાણ થતાં વાહન ચાલકો તથા સ્થાનિક લોકો કાર પાછળ ભાગ્યા હતા પણ કાર ચાલકે નાસી ગયો હતો. આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડવિઝન પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે કાર ચાલકની શોધખોલ હાથ ધરી છે.


Tags :