વડોદરાના દશરથ ગામે ચાલતા ચાલતા પડી જવાથી ઇજાગ્રસ્ત યુવકનું મોત
વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર
વડોદરા તાલુકાના દશરથ ગામે ચાલતા ચાલતા પડી જવાથી ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
વડોદરા તાલુકાના દશરથ ગામની એલ એન્ડ ટી કોલોની માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના 27 વર્ષીય સાબીર મારતુંજ અલી સાતમી તારીખે સવારે 8:30 વાગે ગામમાંથી ચાલતા ચાલતા રોડ પર પડી ગયા હતા. તેને કારણે ગંભીર ઈજા પહોંચી હતી તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
છાણી પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.