Get The App

અમેરિકન હિન્દુ ફેડરેશન દ્વારા બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થાનો ઉપર થયેલા હુમલાનો વિરોધ

Updated: Oct 30th, 2021

GS TEAM


Google News
Google News
અમેરિકન હિન્દુ ફેડરેશન દ્વારા બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થાનો ઉપર થયેલા હુમલાનો વિરોધ 1 - image

વડોદરા,તા.30 ઓક્ટોબર 2021,શનિવાર

વડોદરાના પૂર્વ મેયર અને હરિભક્તો સહિત 250 થી વધુ લોકોએ અમેરિકા લોસ એન્જલસ સ્થિત બાંગ્લાદેશની કોન્સ્યુલેટ જનરલ ઓફિસ ખાતે સતત બે કલાક સુધી ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજયા હતો. અને રાષ્ટ્રપતિનને આવેદનપત્ર થકી બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને  ધાર્મિક સ્થાનોના રક્ષણ માટેની માંગ કરી છે.

અમેરિકન હિન્દુ ફેડરેશન દ્વારા બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થાનો ઉપર થયેલા હુમલાનો વિરોધ 2 - image

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ઉપર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. લઘુમતી હિન્દુઓને અપમાનિત કરી ધાર્મિક સ્થાનો ઉપર તોડફોડ કરી આંતક ફેલાવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે અમેરિકાના લોસ એન્જલસ ખાતે અમેરિકન હિન્દુ ફેડરેશન દ્વારા આ ઘટનાને વખોડી કાઢી સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશની કોન્સ્યુલેટ જનરલ ઓફિસ ખાતે સતત બે કલાક સુધી ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજયા હતો. અમેરિકન હિન્દુ ફેડરેશનના આગેવાનો રામજીભાઈ પટેલ, ઉમાકાંત જોશી (પૂર્વ મેયર), ડોક્ટર અમિત દેસાઈ , ઇસ્કોન મંદિરના અનેક હરિભક્તો સહિત 250 થી વધુ કાર્યકર્તા વિરોધ નોંધાવી રહ્યા છે. અને કોન્સ્યુલેટ જનરલના ડાયરેક્ટરને આવેદનપત્ર પાઠવી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ ને વિનંતી કરી છે કે બાંગ્લાદેશમાં વસતા લઘુમતી હિન્દુ સમાજ નું રક્ષણ તેમજ ધાર્મિક સ્થળોનું રક્ષણ કરવામાં આવે તે જરૂરી છે.

Tags :