મગરોની સાથે સાથે હવે રસ્તા પર મહાકાય અજગર પણ વડોદરામાં દેખાવા માંડ્યા

વડોદરા,તા.1 નવેમ્બર 2022,મંગળવાર
વડોદરા શહેરમાં મગરની સાથે સાથે હવે મહાકાય અજગારો પણ જાહેરમાં દેખાવા માંડતા લોકોની ચિંતા વધી છે. ગઈ રાતે આવા જ એક બનાવમાં અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મહાકાય મગર જાહેર માર્ગ પર આવી જતા હોવાના કિસ્સાઓ બન્યા છે. કેટલાક કિસ્સાઓમાં મગર ટ્રાફિક જામ કર્યો હોવાના તો સમા વિસ્તારમાં વાહનની અટકે આવેલા મગરનું મોત નીભીઓ હોવાનો પણ બનાવ બન્યો હતો.
મગરની સાથે સાથે હવે અજગરો પણ જાહેરમાં દેખાઈ રહ્યા છે. વડોદરા પાસે દુમાડ ગામે ગઈકાલે મધરાતે રાજ ઠાકોર નામના એક શખ્સ નોકરી પરથી છૂટી બાઈક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે વિરોદ રોડ ઉપર એક મહાકાય મગર નજરે પડતા તેમણે દૂર બાઈક રોકી હતી.
બાઈક ચાલકે વડોદરાની જીવ દયા પ્રેમી સંસ્થાને જાણ કરતા કાર્યકરો તાબડતોબ પહોંચી ગયા હતા અને 10 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.