વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં ડ્રો નહીં થતા અસંખ્ય મકાનો ધૂળ ખાય છે
વડોદરા,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર
ગરીબ મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બનાવવા માટે રાજ્ય સરકારે તમામ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તા મંડળોને મકાનો બાંધવાનો લક્ષ્યાંક આપ્યો હતો તે મુજબ મકાનો તૈયાર થઈ ગયા બાદ હવે ગરીબ મધ્યમ વર્ગને મકાનો ફાળવવામાં વિલંબ થઈ રહ્યો છે જેથી અનેક મકાનો ધૂળ ખાતા પડ્યા છે.
સરકારી આવાસ યોજનાઓમાં ડ્રો પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે અસંખ્ય લાભર્થીઓ ચિંતિત બન્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આવી યોજનાઓમાં કરોડો રૂપિયા ડિપોઝીટ તરીકે વસૂલ્યા બાદ આવાસોના ડ્રોમાં લાંબો સમય વ્યતીત કરે છે. જેના કારણે લાભાર્થીઓ ચિંતિત બને છે. તો બીજી તરફ આવાસોની ફાળવણી બાદ રકમની ભરપાઈ ન કરનાર અથવા ફાળવણી રદ કરાવનાર લાભાર્થીઓના આવાસો પણ ધૂળ ખાઈ રહ્યા છે. જેના કારણે સરકારને પણ નુકશાનીની શક્યતા છે.
સરકાર દ્વારા જરૂરિયાત મંદને ઘરનું ઘર મળી રહે તે માટે બીએસયુપી, એમએમજીવાય, રાજીવ આવાસ, પીએમએવાય સહિતની યોજનાઓ હેઠળ રાજ્યમાં અસંખ્ય આવાસો બનાવ્યા છે. ઘણી આવાસ યોજનાઓ પ્રગતિ હેઠળ પણ છે. ત્યારે અહીં આપણે વાત કરી રહ્યા છે. તંત્ર દ્વારા આવાસોની ફાળવણીના વિલબની તેમજ ભેંકાર ભાસતા આવાસોની જેના કારણે લાભાર્થી અને સરકાર બંનેને નુકશાન પહોંચી રહ્યું છે. વાત એમ છે કે, રાજ્યમાં અનેક સરકારી આવાસો બનીને તૈયાર છે તો અસંખ્ય પ્રગતિ હેઠળ છે. આવાસોનો સમયસર ડ્રો ન થવાથી અસંખ્ય લાભર્થીઓ આવાસો વિના રઝળી રહ્યા છે. તો બીજી તરફ આવાસોની ફાળવણી બાદ રકમ ન ભરનાર તથા આવાસોમાં રસ ન દાખવનાર લાભાર્થીઓના આવાસો ધૂળ ખાતા ભેંકાર ભાસી રહ્યા છે. અને જો વહેલી તકે આ પ્રકારના આવસોનું નિરાકરણ ન આવે તો નુક્શાનની પણ ભીતિ છે. આજેપણ હજારો લાભાર્થીઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એક તરફ આવાસ યોજનાઓમાં લાભાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ડિપોઝીટ પેટે મેળવે છે. પરંતુ ત્યા અનેક મહિનાઓ વીતવા છત્તા આવાસોના ડ્રો ન થતા લાભર્થીઓ કાગડોળે વાટ જુવેછે. જેથી સરકાર આવાસોના ડ્રો સમયસર કરે અને ભેંકાર ભાસતા આવાસોનું ત્વરિત નિરાકરણ કરે તે જરૂરી બન્યું છે.