સ્ત્રાવ વિસ્તારમાં એક રાતમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થતાં આજવા સરોવર અને વિશ્વામિત્રીની સપાટીમાં ઉત્તરોત્તર વધારો
વડોદરા, તા. 12 ઓગસ્ટ 2020, બુધવાર
હાલોલ પાવાગઢ પ્રતાપપુરા વિસ્તારમાં ગઈ રાત્રી દરમિયાન ત્રણ ઇંચ વરસાદ થતાં આજવા સરોવરની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થતાં આજે બપોર સુધીમાં 208 પોઇન્ટ 50 ફૂટ પર સપાટી પહોંચી છે જ્યારે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી પણ ઉત્તરોત્તર વધારો થતાં 10 ફૂટ સુધી પહોંચી છે..
ગાયકવાડી શાસન માં બાંધવામાં આવેલું આજવા સરોવરમાંથી વડોદરા શહેરની પ્રજાને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ગઈકાલે રાતથી આજે સવાર સુધીમાં આજવા સરોવરના સ્ત્રોત ગણાતા એવા સ્ત્રાવ વિસ્તાર પાવાગઢ હાલોલ આની પ્રતાપપુરા માં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો આ વરસાદી પાણી.
આજવા સરોવરમાં ઠલવાતું હોય છે તેમજ વિશ્વામિત્રી નદીમાં પણ ઠલવાય છે જેને કારણે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની સપાટીમાં આજે સવારથી ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.
ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે આજવા સરોવરની સપાટી આજે 12:00 કલાકે 208 પોઇન્ટ 50 પર પહોંચી છે જ્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 10 ફૂટ ઉપર વહી રહી છે..