ડેન્ટલ કોલેજ ટયુટર અને એઈમ્સ ડેન્ટલ પ્રવેશ પરીક્ષા એક જ દિવસે
૧૪મીએ બંને પરીક્ષા સાથે ઃ ઉમેદવારોએ જીપીએસસની પાછી ઠેલવા માંગ કરી
અમદાવાદ
એઈમ્સની
વિવિધ સંસ્થાઓમાં પીજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટેની પરીક્ષા ૧૪મી નવેમ્બરે યોજાનાર
છે અને બીજી બાજુ જીપીએસસી દ્વારા સરકારી ડેન્ટલ કોલેજોમાં ટયુટર માટેની પ્રિલિમ
પરીક્ષા પણ ૧૪મી નવેમ્બરે યોજાનાર છે.આમ બંને મહત્વની પરીક્ષા એક સાથે આવતા
ઉમેદવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.
સરકારી ડેન્ટલ
કોલેજોમાં વિવિધ બ્રાંચમાં કલાસ-૨ની ડેન્ટલ-ટયુટરની પોસ્ટ માટે જીપીએસસી દ્વારા શરૃ
કરાયેલી પ્રક્રિયા અંતર્ગત ઓરલ એન્ડ મેક્સિલોફેસિઅલ સર્જરી બ્રાંચમાં ૨૪મી નવેમ્બરે
પ્રિલિમ પરીક્ષા છે.આ ઉપરાંત ૧૩મી નવેમ્બરે જનરલ એનેટોમી માટેની પ્રિલિમ પરીક્ષા છે.જ્યારે
બીજી બાજુ એઈમ્સ-દિલ્હી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ પીજી મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટેની
પરીક્ષા પણ ૧૪મી નવેમ્બરે લેવાનાર છે.
કેન્દ્ર
સરકારની અન્ય એક મેડિકલ સંસ્થા એવી રામમનોહર લોહિયા હોસ્પિટલમાં ડેન્ટલ-જુનિયર
રેસિડેન્ટ માટેની લેખિત પરીક્ષા પણ ૧૩મી
નવેમ્બરે છે.બીડીએસ પાસ થયેલા સેંકડો ઉમેદવારો હવે આ સાથે આવેલી પરીક્ષાઓને લઈને
મુશ્કેલીમાં મુકાયા છે. એઈમ્સની પીજી ડેન્ટલ પ્રવેશ પરીક્ષા પાછી ઠેલાય તેમ નથી
ત્યારે ઉમેદવારોએ જીપીએસસીને પરીક્ષા પાછી ઠેલવા રજૂઆત કરી હતી પરતુ જીપીએસસી
દ્વારા સ્પષ્ટ ઈનકાર કરી દેવાયો છે.આમ ડેન્ટલના ઉમેદવારોને એક વર્ષ બગડે અથવા
નોકરીની તક જતી કરવી પડે તેવી મુશ્કેલી ઉભી થઈ છે.