ખારીકટ કેનાલનું કામ શરૂ, હેવી મશીનરી ચલાવવા માટે માટીનો ટ્રેક તૈયાર કરાયો
લોકોને હજુ માનવામાં આવતું નથી!
ડાયાફાર્મ વોલ બની ગયા બાદ માટી કાઢી બ્રિક્સ બેસાડવામાં આવશે
અમદાવાદ, બુધવાર
પૂર્વ અમદાવાદના શહેરીજનો માટે માથાનો દુઃખાવો બનેલી ખારીકટ કેનાલના વિકાસ માટેનું કામ આખરે શરૂ થઈ ગયું છે. જો કે લોકોને હજુ માનવામાં આવતું નથી! પરંતુ નરોડા વિસ્તારમાં પાર્શ્વનાથ ટાઉનશીપ પાસે કેનાલમાં માટી નાંખવામાં આવતા ગંદકી દુર થઈ ગઈ છે. આ વિસ્તારના બાળકો તેમાં ક્રિકેટ સહિતની રમતો રમવા માંડયા છે.
અમદાવાદ મ્યુનિ.ના ઈજનેર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ખારીક્ટ કેનાલનો વિકાસ કરવા માટે પ્રોજેક્ટની શરૂઆત થઈ ગઈ છે. તેના માટે તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. નરોડા વિસ્તારથી તેની શરૂઆત થઈ છે. સૌપ્રથમ કેનાલમાં ડાયાફાર્મ વોલ બનાવવામાં આવશે. આ દિવાલ બનાવવા માટે હેવી મશીનરીનો ઉપયોગ થાયછે. જે કેનાલમાં અવર-જવર કરી શકે તે માટે માટી નાખીને તેનો ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. દિવાલનું કામ પૂરું થઈ ગયા બાદ આ માટી કાઢીને તેમાં બ્રિકસ બેસાડવામાં આવશે.