Get The App

અમદાવાદના યુવકે બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો : સારવાર દરમિયાન નાસી ગયો

Updated: Oct 19th, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદના યુવકે બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો : સારવાર દરમિયાન નાસી ગયો 1 - image

વડોદરા,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર નજીક અમદાવાદના એક યુવાને પોતાની જાતે બ્લડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

 મળતી વિગત મુજબ અમદાવાદ ના ચમનપુરા મોટી શેરીમાં રહેતા 26 વર્ષના અજય ગોપાલ દેવીપુજક ગત રાત્રે 8 વાગ્યે બાપોદ વિસ્તારમાં મારુતિનગર ખોડિયારનગર પાસે પોતાની જાતે ગળાના ભાગે બ્લેડ મારી દેતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો.

તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર અજય સારવાર મળે તે પૂર્વે જ કોઈને કહ્યા વગર નાસી ગયો હતો.

Tags :