Get The App

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે જોખમી બન્યો, સામરખા નજીક વાહનો પર બેફામ પથ્થરમારો

Updated: Nov 3rd, 2021

GS TEAM


Google News
Google News

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે જોખમી બન્યો, સામરખા નજીક વાહનો પર બેફામ પથ્થરમારો 1 - image

વડોદરા,તા.3 નવેમ્બર 2021,બુધવાર

દિવાળી દરમિયાન વાહનોની અવરજવર વધવાને કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લૂંટારું ટોળકીનો આતંક શરૂ થતા પોલીસ દોડતી થઇ ગઇ છે.

હાઈવે પર રોબરી કરતી ગેંગ દ્વારા વાહનો પર પથ્થરમારો તેમજ પંચર પાડીને લૂંટ ચલાવવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા દાહોદ ગોધરા રોડ પર લૂંટના બનાવને પગલે પોલીસે ખાસ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું. જેથી લૂંટના બનાવો કાબુમાં આવ્યા હતા.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આ જ રીતે ફરીથી ગેંગ સક્રિય બની હોવાની વિગતો બહાર આવી છે. ગઇરાત્રે આણંદ નજીક સામરખા ગામ પાસે લૂંટારૂ ટોળકીએ વાહનો ઉપર બેફામ પથ્થરમારો ચલાવતાં ભારે ગભરાટ ફેલાયો હતો. લૂંટારુઓએ કરેલા પથ્થરમારામાં 4 કાર અને 3 ટ્રકના કાચ તૂટયા હતા.

બનાવ અંગે ખેડા જિલ્લાના વસો ગામ નજીક રહેતા સાગર પટેલે પોલીસને જાણ કરતાં આણંદ રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને હાઇવે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

Tags :