આજે અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે
- શુક્રવારે વડોદરા-જામનગર ઇન્ટરસિટી પણ રદ રહેનાર છે
- શનિવારે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે
અમદાવાદ,તા.19 મે 2022, ગુરૂવાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં સાણંદ રેલવે સ્ટેશન ખાતે નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક લેવાયો હોવાથી આજે તા.૨૦ મે ને શુક્રવારના રોજ અમદાવાદ-સોમનાથ અને સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ રદ રહેશે.
ઉપરાંત શુક્રવારે વડોદરા-જામનગર ઇન્ટરસિટી પણ રદ રહેનાર છે. તા.૨૧ મે ને શનિવારે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.