Get The App

અમદાવાદ -કેવડિયા ટ્રેન 6 કોચ સાથે દોડશે

- તા.1 મે ના રોજ ગાંધીધામથી કોલકાતા વચ્ચે વન-ડે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

- અમદાવાદથી પસાર થતી 3 ટ્રેનોમાં વદારાનો કોચ જોડાશે

Updated: Apr 29th, 2021

GS TEAM

Google News
Google News
અમદાવાદ -કેવડિયા ટ્રેન 6 કોચ સાથે દોડશે 1 - image

અમદાવાદ,તા.29 એપ્રિલ 2021, ગુરૂવાર

તા.૩૦ એપ્રિલથી અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેન  છ કોચ સાથે દોડાવાશે. અગાઉ આ ટ્રેન ૧૬ કોચ સાથે દોડતી હતી. મુસાફરો ન મળવાના કારણે આ નિર્ણય રેલવેએ લીધો છે.

તા.૧ મે ના રોજ ગાંધીધામથી કોલકાતા વચ્ચે વન-ડે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નં. ૦૯૪૧૭  ગાંધીધામથી આ ટ્રેન શનિવારે સવારે ૬ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૪ કલાકે કોલકાતા પહોંચશે.

અમદાવાદથી પસાર થતી વલસાડ-જોધપુર, ભાવનગર ટર્મિનસ-આસનસોલ અને ઓખા-હાવડા સ્પેશિયલ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ જોડાશે. મે માસ દરમિયાન હંગામી ધોરણે આ વધારાનો કોચ જોડાશે.

અમદાવાદથી કોલકાતા, સમસ્તીપુર અને દાનાપુર વચ્ચે દોડતી તેમજ રાજકોટથી સમસ્તીપુર દોડતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનોની એક ટ્રીપ વધુ દોડાવવાનું પશ્ચિમ રેલવે દ્વારા નક્કી કરાયું છે.મુસાફરોએ રેલવેની વેબસાઇડ અથવા તો હેલ્પલાઇન નંબર પરથી વિગતો મેળવીને મુસાફરી અંગેનો નિર્ણય લેવા રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું.