Get The App

બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનમા અમદાવાદ જિલ્લાને કેન્દ્ર સરકારનું વિશિષ્ટ સન્માન મળ્યું

- જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે એવોર્ડ મળ્યો

Updated: Sep 6th, 2019

GS TEAM


Google News
Google News
બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનમા અમદાવાદ જિલ્લાને કેન્દ્ર સરકારનું વિશિષ્ટ સન્માન મળ્યું 1 - image


અમદાવાદ તા. 6 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

જિલ્લા કલેકટરને ડો.વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રીયકક્ષાનો એવોર્ડ મળ્યો છે જેને ડો.વિક્રાંત પાંડે એ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે સ્વીકાર્યો હતો.

આ શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ડો.વિક્રાંત પાંડેને પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું સાથોસાથ આ પ્રસંગે બીબીબીપી અમદાવાદ ટીમનું પણ સન્માન કેન્દ્રીય મંત્રીશ્રી એ કર્યું હતું.

અમદાવાદ જીલ્લાએ બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટીવીટીઝ બદલ ભારત સરકારનું સન્માન મેળવ્યુ છે. રાષ્ટ્રીયકક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડનું આયોજન નવી દિલ્હી ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં જીલ્લા અને રાજ્યને શ્રેષ્ઠ કામગીરી માટે સન્માનિત કરવામા આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન અંતર્ગત અસરકારક કામગીરી જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી કરવામાં આવી છે પરિણામે ૨૦૧૭-૧૮ના વર્ષમાં સેક્સ રેશિયો એટલે કે છોકરાં - છોકરી વચ્ચેનું પ્રમાણ શહેરી વિસ્તારમાં એક હજારે ૮૯૪ હતું તે ૯૦૭ થવા પામ્યું છે જ્યારે ગ્રામ્ય કક્ષાએ ૯૦૬ હતું તે ૯૪૪ થયું છે.

અમદાવાદ જીલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વર્ષભર જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા અને સંમેલન તથા સેન્સેટાઇઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગ્રામ સભાઓ અને ગુડ્ડા ગુડ્ડી ડીસ્પ્લે બોર્ડ ઉપરાંત ૩૮૫ ગામમાં શેરી નાટક દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી. 

અમદાવાદ જીલ્લાના ૪૬૩ ગામમાં કન્યા કેળવણી માટે રેલીઓ કાઢવામાં આવી અને વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગોને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દિકરીઓનું મહત્વ સમજાવીને માતા પિતાને દિકરીને ભણાવીને સશક્ત બનાવવા માટે પ્રેરીત કરવામાં આવ્યા અને શહેરી વિસ્તારમાં ૪૮ બીઆરટીએસ સ્ટોપ પર ૪૦૦ બોર્ડ, ૬૦૦થી વધુ બેનર્સની બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યુ હતુ. 

Tags :