અમદાવાદ,તા.12 ડિસેમ્બર 2021,રવિવાર
તા.૧૭ ડિસેમ્બરના રોજ ટ્રેન નં. ૦૯૪૬૫ અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. તા.૨૦ ડિસેમ્બરના રોજ ટ્રેન નં.૦૯૪૬૬ દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે.
તા.૧૬ ડિસેમ્બરે ટ્રેન નં. ૨૨૪૬૮ ગાંધીનગર કેપિટલ-વારાણસી એક્સપ્રેસ ટ્રેન વાયા ઝાંસી-ગ્વાલિયર-ભિંડ-ઇટાવા-કાનપુર સેન્ટ્રલ થઇને પરિવર્તિત માર્ગે દોડાવાશે.
ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી-કાનપુર સેક્શનમાં રેલવેની ટ્રેક ડબલિંગની કામગીરી ચાલી રહી હોવાથી આ ટ્રેનોનું સંચાલન અસર પામશે. વધુ અને સચોટી જાણકારી રેલવેની વેબસાઇટ પરથી મેળવી મુસાફરી અંગેનો નિર્ણય લેવા રેલવેએ જણાવ્યું છે.


