સેટેલાઇટમાં એક્ટિવા લૂંટયા બાદ સરખેજથી કારની લૂંટ ચલાવી
અડધા કલાકમાં છરી બતાવી વાહન લૂંટવા બે બનાવ
સેટેલાઇમાં કોન્ટ્રાકટરનું એક્ટિવા પડાવી લીધા બાદ સરખેજમાં બેન્ક મેનેજરની કાર લઇ ગયો
અમદાવાદ,મંગળવાર
અમદાવાદમાં લૂંટના બનાવો વધી રહ્યા છે, સેટેલાઇટમાં અજાણી વ્યક્તિએ કાન્ટ્રાકટરને છરી બતાવીને ડરાવ્યા બાદ તેમના એક્ટિવાની લૂંટ ચલાવી હતી અને અડધા કલાકમાં જ સરખેજમાં બેન્ક મેનેજરને પણ છરી બતાવીને તેમની કારની લૂંટ ચલાવી હતી અને એક્ટિવા ત્યાં મૂકીને આરોપી નાસી ગયો હતો.
વેજલપુરમાં પંચવટી પાર્ક પાસે રામનગરમાં રહેતા અને કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા દિનાનાથ રઘુવીર ગુપ્તા (ઉ.વ.૫૫) ગઇકાલે સાંજે ૭.૩૦ વાગે સેટેલાઇટ ઇસકોન ચાર રસ્તા પાસે શિવાલીક શીલ્પની પાછળના ભાગેથી એક્ટિવા લઇને આવતા હતા આ સમયે અજાણ્યા શખ્સે તેમને રોકીને કેૈમ આવી રીતે એક્ટિવા ચલાવે કહીને તકરાર કરી હતી અને ઉશ્કેરાઇ જઇને છરી બતાવીને ડરાવ્યા હતા જેથી તેઓ એક્ટિવા મૂકીને ભાગ્યા હતા આ સમયે આરોપી એક્ટિવા લઇને નાસી ગયો હતો.
બીજા બનાવમાં ચાંદખેડા મોટેરા વિસ્તારમાં શરણ સ્ટેટ્સ ખાતે રહેતા અને સાણંદમાં એક્સિસ બેન્કમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરતા ગુરુદત્ત દેવદત્ત ભવરીલાલ શર્મા (ઉ.વ.૪૩) ગઇકાલે રાતે ૮ વાગે કાર લઇને એસપીરિંગ રોડ એપલવુંડ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે હાથ બતાવીને રોક્યા હતા અને તમારી કારથી એક્ટિવાને ટક્કર વાગી છે મને વાગ્યુ હોત તો તેમ કહીને તકરાર કરી હતી અને કારમાં બહાર કાઢીને કારની ચાલી લઇ લીધી હતી.
ત્યારબાદ પપ્પાની દુકાન નજીકમાં છે કહી એક્ટિવા પાછળ મેનેજરને બેસાડીને અવાવરુ સ્થળે લઇ ગયો હતે ત્યાં છરી બતાવીને રૃપિયા દાગીના કાઢીને આપી દે નહીતર મારીને ફેકી દઇશ તેવી ધમકી આપીને પર્સમાંથી રૃા. ૨૦૦૦ કાઢી લીધા બાદ એક્ટિવાને લઇને ત્યાંથી નાસી ગયો હતો મેનેજર ચાલતા ચાલતા પોતાની કાર પાર્ક કરી હતી ત્યાં આવીને જોયું તોે અઆરોપી એક્ટિવા મૂકીને તેમની કાર લઇને રફૂચક્કર થઇ ગયો હતો. આ બનાવ અંગે સેરખેજ અને સેટલાઇટ પોલીસે લૂંટનો ગુનો નોેધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.