ફ્રાયમ, પાપડ અને પિત્ઝા બાદ હવે નક્કી થશે નિમ્બુઝ ઉપર કેટલો ટેક્સ
અમદાવાદ : કરવેરાની આકારણી માટે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નાઅમલ થયા પછી ખાખરા, પિત્ઝા, પિત્ઝાના ટોપિંગ, પાપડ, ફ્રાયમ્સ એવા વિચિત્ર વિવાદો બાદ હવે નવો વિવાદ આવ્યો છે અને આ અંગે સુનાવણી હાથ ધરવાની સ્વીકૃતિ સુપ્રીમ કોર્ટની એક ખંડપીઠે આપી છે.
આ વખતે વિવાદ છે કે એક્સાઈઝની આકારણી માટે નિમ્બુઝ (Nimbooz) એ કેવા પ્રકારનું પીણું કહેવાય? આ પીણાંની લીંબુની બનાવટ ગણવી, ફ્રુટના પલ્પમાંથી બનેલો જ્યુસ ગણવો કે સામાન્ય ફ્રુટ ડ્રીંક ગણવું? આ અંગે સુનાવણી કરવા, દલીલ સાંભળવા માટે જસ્ટીસ એમઆર શાહ અને જસ્ટીસ બીવી નાગ્રાથાની ખંડપીઠે સ્વીકૃતિ આપી છે.
વિવાદ એવો છે કે નિમ્બુઝ બનાવતી હૈદરાબાદ સ્થિત આરાધના ફૂડસની દલીલ છે કે આ પીણું સેન્ટ્રલ એક્સાઈઝના ફર્સ્ટ શીડ્યુલમાં ૧૦૨૦ નંબર ઉપર આપેલા વર્ણન અનુસારની પ્રોડક્ટ છે જયારે એક્સાઈઝ વિભગ માને છે કે આ એક ફ્રુટ પલ્પ છે અને તેની આકારણી ૯૦૨૦ અનુસાર થવી જોઈએ. સેન્ટ્રલ એક્સાઈઝ ટ્રીબ્યુનલના ઓર્ડર બાદ હવે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ટ્રીબ્યુનલેએક્સાઈઝ વિભાગનું અર્થઘટન માન્ય રાખી કંપનીની અરજી નકારી કાઢી હતી.