દીવાળીની શુભેચ્છાનું બોર્ડ લગાવી હામરો નિધિ લિ.ના સંચાલકો ફરાર..મોબાઇલો બંધ,ઘેર તાળા
વડોદરા,તા.4 ફેબ્રુઆરી,2020,મંગળવાર
રોકાણકારોના લાખો રૃપિયા ડુબાડીને ઊઠમણું કરનાર હામરો નિધિ લિ.નામની ફાઇનાન્સ કંપનીના ડાયરેક્ટરો દીવાળીની શુભેચ્છા આપતું બોર્ડ મારીને ફરાર થઇ ગયા હતા.
દીવાળીની રજાઓ દરમિયાન ઓફિસ બંધ રાખવામાં આવી હોવાથી હામરો નિધિના સંચાલકોએ ઓફિસના દરવાજા પર એક નાનકડું બોર્ડ લગાવ્યું હતું.જેમાં દીવાળીની શુભેચ્છા આપવામાં આવી હતી.
દીવાળી વેકેસનની જાહેરાત કરીને તમામ ડાયરેક્ટરો અદ્શ્ય થઇ જતાં એજન્ટોએ તેમની તપાસ કરી હતી.આ દરમિયાન તેમના ફોન બંધ હતા અને રહેણાંક મકાનો પર પણ તાળાં હતા.
હામરો નિધિ લિ.ના ક્યા ડાયરેક્ટરો સામે ગુનો નોંધાયો
હામરો નિધિ લિ.ફાઇનાન્સ કંપનીએ ઊઠમણું કરતાં સયાજીગંજ પોલીસ સ્ટેશને આ મુજબના ડાયરેક્ટરો સામે ગુનો નોંધાયો છે.
(૧) સુરત અમરસિંહ રાવલ,(૨) તુલસી સુરત રાવલ (બંને રહે.નહેરૃચાચા નગર,સયાજીપાર્ક,આજવારોડ મૂળ રહે.નેપાળ), (૩) દિલીપ સંતરામ કોરી, (૪) મનોજ સંતરામ કોરી, (૫) આશાદેવી દિલીપ કોરી,(૬) મનોજ ચંદ્રભાન પટેલ (તમામ રહે.હૈદરભાઇની ચાલી,પરશુરામ નગર, સયાજીગંજ),(૭) દિપક ગોવિંદ ધીમોરે (રહે.સંતોષ નગર, સુભાનપુરા,વડોદરા.)