આખરે ઘીના ઠામમાં ઘીઃ જીતુ વાઘાણી સાથે બેઠક બાદ કેતન ઇનામદાર રાજીનામુ પાછું ખેંચશે
વડોદરા, તા. 23 જાન્યુઆરી 2020, ગુરૂવાર
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારા દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરી દેતા ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવ્યો આવી ગયો છે. કેતન ઇનામદારને મનાવા માટે આજે વડોદરામાં સર્કિટ હાઉસ ખાસે બે કલાક લાંબી મેરેથોન બેઠક ચાલી હતી. બેઠક બાદ જીતુ વાઘાણી અને કેતન ઇનામદારની સંયુક્ત પ્રેસકોન્ફરન્સમાં વાઘાણીએ જાહેરાત કરી કે, કેતનભાઇની નારાજગી દૂર કરવામાં આવશે.
બેઠક બાદ પ્રેસ જીતુ વાઘાણી અને કેતન ઇનામદારની સંયુક્ત પ્રેસકોન્ફરન્સમાં વાઘાણીએ જાહેરાત કરી કે, કેતનભાઇની નારાજગી દૂર કરવામાં આવશે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.
પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી સાથે બેઠક કર્યા બાદ કેતન ઇનામદારે રાજીનામું પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેતન ઇનામદાર અને પક્ષપ્રમુખ વચ્ચે લાંબો સમય સુધી બેઠક ચાલી હતી. જેમાં તેમની તમામ માંગણીઓ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવશે. જો કે સમાધાનની ફોર્મ્યુલા અંગે સ્પષ્ટતા થઇ નથી. સમાધાન કઇ રીતે થયું અને જે મુદ્દે અસંતોષ હતો તેનો ઉકેલ કઇ રીતે આવશે.
આ બેઠક બાદ તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચી લેશે. જો કે કેતન ઇનામદારે પોતાનું વલણ ફરી એકવાર દોહરાવતા કહ્યું હતું કે, જો મારી સમસ્યાનું નિરાકરણ આવશે તો જ હું માનીશ. સમાધાન કે ધમકીનો કોઇ સવાલ નથી. મારી જનતાનું કામ થાય તે જરૂરી છે.