અમદાવાદ
ગૃહવિભાગે ગ્રેડ પેના બદલે સરકાર પબ્લીક સિક્યોરીટી ઇન્ટેન્સિવ આપવાની જાહેરાત બાદ ફરજિયાત બાંહેધરી પત્રક ભરવાનો ફતવો જાહેર કરવામાં આવતા હવે પોલીસ કર્મચારીઓએ ઇન્ટેન્સિવના બદલે માત્ર ગ્રેડ પે જ લેવો છે તેવી માંગણી કરીને સોશિયલ મિડીયા પર વિરોધ શરૂ કર્યો છે. ત્યારે આ પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવા માટે ગૃહવિભાગે આદેશ આપ્યો છે.પોલીસને ગ્રેડ પે આપવાને બદલે પબ્લીક સિક્યોરીટી ઇન્ટેન્સિવ આપવાની જાહેરાતને પોલીસ કર્મચારીઓએ સ્વીકારી લીધી હતી. પરંતુ, બીજા દિવસે બાંહેધરી પત્રક આપવાનું ફરજિયાત બનાવવામાં આવતા પોલીસ કર્મચારીઓએ બાંહેધરીપત્રક આપવાનો વિરોધ કર્યો હતો. સાથેસાથે સોશિયલ મિડીયા પર વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે સરકાર હવે ફસાઇ ગઇ છે.જેથી આગામી સમયમાં મોટાપાયે વિરોધ થવાની શક્યતાને જોતા ગૃહવિભાગે સ્ટેટ સાયબર ક્રાઇમના અધિકારીઓને સોશિયલ મિડીયા પર ગ્રેડ પેના મામલે કોઇ પોલીસ કર્મી કે તેમના પરિવારજનો પોસ્ટ મુકે તો તેમની પોસ્ટ હટાવવાની સાથે તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો છે. જેથી અન્ય પોલીસ કર્મચારીઓને વિરોધ કરતા રોકી શકાય. જે માટે લૉ એન્ડ ઓર્ડરના એડીશનલ ડીજીપી નરસીમ્હા કોમરે એક પરિપત્ર જાહેર કરીને પોલીસ કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇને સોશિયલ મિડીયા પરથી પોસ્ટ હટાવી દેવા તેમજ તેનાથી તેમને થનારા નુકશાન અંગે વાકેફ કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સુચના આપી છે. સાથેસાથે પોલીસકર્મચારીઓને વિવિધ ગુ્રપમાં બોલાવીને તેમને ઇન્ટેન્સિવ સ્કીમના ફાયદા અંગે જણાાવવાનું કહેવામાં આવ્યું છે. આમ, હવે રાજ્ય સરકાર તમામ રીતે પોલીસ પર દબાણ ઉભુ કરવા માટે પ્રયાસ કરી કરી રહી છે જો કે હવે બાંહેધરીપત્રકનો મામલો રોકવામાં નહી આવે ત્યાં સુધી કોઇ પોલીસ કર્મચારીઓ સમાધાનના મુડમાં નથી.
ગ્રેડ પે મામલે વિરોધના ૯ મહિના બાદ અરવલ્લીના એએલઆઇ જયદીપસિંહને
સસ્પેન્ડ કરાતા રોષ
ગ્રેડ પે મામલે ફરીથી મોટાપાયે વિરોધ થવાની શક્યતાને જોતા રાજ્ય
સરકારે અત્યારથી પોલીસ કર્મચારીઓ પર દબાણ ઉભુ કરવા માટે કાયદેસરના પગલા ભરવાનુ ંશરૂ
કર્યું છે. જે અનુસંધાનમાં અરવલ્લીના ઇસરી પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા
જયદિંપસિંહ વાઘેલાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. જેમાં સૌથી નવાઇની વાત એ છે તેમને
જાન્યુઆરી ૨૦૨૨ના ગ્રેડ પે મામલે કરેલા વિરોધને લઇને સસ્પેન્ડ કરાયા છે. આમ,
નવ માસ પછી અચાનક કાર્યવાહી થતા પોલીસ કર્મચારીઓમાં ભારે રોષ
છે.


