પતિને છૂટાછેડા આપી દે તારી સાથે લગ્ન કરીશ કહી દુષ્કર્મ આચરી ફોટા વાયરલની ધમકી
કુબેરનગરમાં દંપતિની તકરારનો ફાયદો ઉઠાવી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી
એસિડ નાખીને તું જેટલી ખુબ શુરત છે તેટલી જ બદ સુરત કરી નાખીશ
અમદાવાદ,શુક્રવાર
પતિ-પત્ની વચ્ચેની તકરારનો ફાયદો ઉઠાવીને યુવકે મહિલા સાથે પ્રેમજાળમાં ફસાવી અને તેની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો કિસ્સો સરદારનગરમાં પ્રકાશમાં આવ્યો છે. યુવકે તું તારા પતિને છૂટાછેડા આપી દે હું તારી સાથે લગ્ન કરી લઈશ અને દિકરીને પણ અપનાવી લઈશ તેવી વાત કરી હતી. ત્યારબાદ યુવતીને મળવા બોલાવીને હોટલમાં લઈ જઇને તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને લગ્ન કરવાનો ઇન્કાર કરીને ફોટા વાયરલ કરીને બદનામ કરવાની અને એસિડ છાંટવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે લગ્નનો ઇન્કાર કરી તું મને હેરાન કરીશ તો બદનામ કરીશ અને એસિડ નાખીને તું જેટલી ખુબ શુરત છે તેટલી જ બદ સુરત કરી નાખીશ તેવી ધમકી આપી
કુબેરનગરમાં પરિવાર સાથે રહેતી ૨૭ વર્ષની યુવતીએ યુવક સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે થોડા સમયથી મહિલાને તેના પતિ સાથે તકરાર ચાલતી હતી દરમિયાન મહિલા તેના વિસ્તારમાં રહેતો યુવકના સંપર્કમાં આવી હતી અને બન્ને વચ્ચે મોબાઈલ ઉપર વાતો થવા લાગી હતી જેના લાભ ઉઠાવીને યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તું તારા પતિને છૂટાછેડા આપી દે હું તારી સાથે લગ્ન કરી લઈશ અને દિકરીને પણ અપનાવી લઈશ તેવી વાત કરી હતી. ત્યારબાદ યુવકે યુવતીને મળવા બોલાવીને નરોડાની એક હોટલમાં લઈ જઇને તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જો કે યુવતીએ લગ્ન કરવાની વાત કરી ત્યારે યુવકે વિશ્વાસઘાત કરીને નફટાઇ પૂર્વક કહ્યું કે હું તારી સાથે લગ્ન નહીં કરું મારે તારી સાથે એક વખત સંબંધ રાખવો હતો. એટલું જ નહી જો તું મને લગ્ન માટે હેરાન કરીશ તો તારા ફોટા તારા પતિ અને સમાજમાં વાયરલ કરીને બદનામ કરવાની અને એસિડ છાંટીને તું જેટલી ખુબ શુરત છે તેટલી જ બદ સુરત કરી નાખીશ તેવી ધમકી આપી હતી. આ ઘટના અંગે સરદારનગર પોલીસ વિકૃત માનસિકતા ધરાવતા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.