Get The App

પ્રતાપનગર રોડ પર મકાન ભાડે રાખી દારૃ વેચતો આરોપી પકડાયો

દારૃની ૧૬૨ બોટલ,૧.૦૫૬ ટેટ્રા પેક અને બિયરના ૨૪૦ ટીન કબજે

Updated: Nov 17th, 2021

GS TEAM


Google News
Google News
પ્રતાપનગર રોડ પર મકાન ભાડે રાખી  દારૃ વેચતો આરોપી પકડાયો 1 - image

 વડોદરા,મકાન ભાડે  રાખી વિદેશી દારૃનો જથ્થો મુકી બે આરોપીઓ પૈકી એક આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડી વિદેશી દારૃનો ૨.૦૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે,તરસાલી ગામમાં રહેતો પિન્કેશ જયસ્વાલ પોતાના મિત્ર જીતેન્દ્ર ગોસ્વામી પાસે વિદેશી દારૃનો જથ્થો મંગાવે છે.અને જીતેન્દ્ર પોતાના સ્કૂટર  પર થોડાસમયમાં તરસાલી રવિપાર્ક થી તરસાલી ગામ તરફ આવનાર છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી.અને જીતેન્દ્ર બાબરગીરી  ગોસ્વામી (રહે.મંગલા મારવેલા,ઉમા વિદ્યાલય પાસે,તરસાલી) ને ઝડપી  પાડયો હતો.તેના સ્કૂટર  પરથી પોલીસને વિદેશી દારૃના ૧૪૪ ટેટ્રા પેક મળી આવ્યા હતા.પોલીસે જીતેન્દ્ર ગોસ્વામીની  પૂછપરછ કરતા તેણ ેજણાવ્યું હતું કે,મારા મિત્ર પિન્કેશ જયસ્વાલે દારૃનો જથ્થો વેચાણ કરવા માટે મંગાવ્યો છે.મેં અને પિન્કેશે પ્રતાપનગર રોડ પર સપના હોલની બાજુમાં રિષી એન્કલેવના એક ફ્લેટ ભાડે રાખી તેમાં દારૃનો જથ્થો મુક્યો છે.પોલીસે ફ્લેટ પર તપાસ કરતા ત્યાંથી પણ વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૃની ૧૬૨ બોટલ,૧,૦૫૬ ટેટ્રા પેક,બિયરના ૨૪૦ ટીન તથા દારૃની  હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલા સ્કૂટર મળીને કુલ  રૃપિયા ૨.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે પિન્કેશ જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યો છે.

Tags :