વડોદરા : સગીરા પર વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો, આરોપીની ધરપકડ
વડોદરા,તા.12 સપ્ટેમ્બર 2022,સોમવાર
13 વર્ષથી સગીરાને પટાવી ફોસલાવી પોતાના ફ્લેટ ઉપર લઈ જઈ વિધર્મી યુવકે બચકા ભરી બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરી આ ગુનામાં અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, અનુસૂચિત જાતિના ફરિયાદીની 13 વર્ષીય દીકરીને આરોપી મોહીન સાહનવાજ પઠાણ ( રહે - રિઝવાન ફ્લેટ, તાંદલજા) લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ત્યારબાદ પોતાના ફ્લેટ ઉપર લઈ જઈ બચકા ભરી, કપડા ઉતારી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની અટકાત કરી તલસ્પરર્શી તપાસ હાથ ધરી છે. આરોપીએ ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો, આ ગુનામાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ, તેમજ જરૂરી પુરાવા એકત્ર કરવા પોલીસ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે વડસર ખાતે એક તરફી પ્રેમમાં પાગલ વીધર્મી યુવકે પૂર્વ પ્રેમિકાની સાસુનું કાસળ કાઢી નાખ્યું હતું.