Get The App

વડોદરામાં શાસ્ત્રીબાગ પાસે કારમાં વિદેશી દારૂ મૂકીને વેચતા આરોપીની પાસામાં અટકાયત

Updated: Oct 16th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં શાસ્ત્રીબાગ પાસે કારમાં વિદેશી દારૂ મૂકીને વેચતા આરોપીની પાસામાં અટકાયત 1 - image

image : Freepik

વડોદરા,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર

વાડી શાસ્ત્રી બાગ સ્વામિનારાયણ કોમ્પલેક્ષ પાસે કારમાં વિદેશી દારૂનો જથ્થો મૂકીને વેચતા માથાભારે આરોપીની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.

બે દિવસ પહેલા પાણીગેટ પોલીસને મળેલી માહિતીના આધારે સ્વામિનારાયણ કોમ્પલેક્ષ પાસે કારમાંથી વિદેશી દારૂની કુલ 144 બોટલ કિંમત રૂપિયા 29400નું કબજે કર્યો હતો છેલ્લા કેટલાક સમયથી આ સ્થળે વિદેશી દારૂનો ધંધો કરતા આરોપી મુકેશ ઉર્ફે સરજોન રામ અભિલાષ કનોજીયા રહેવાસી ગોમતીપુરા ગાજરાવાડીને પણ પોલીસે ઝડપી લીધો હતો. પાણી દ્વારા આરોપીની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે છેલ્લા છ વર્ષમાં 10 ગુનાઓ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જ નોંધાયા છે. આ ઉપરાંત પણ તેની સામે અન્ય પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે.

Tags :