વોરંટની બજવણી માટે ગયેલા પોલીસજવાન સાથે ઝઘડો કરનાર આરોપી અને તેના પરિવાર સામે ફરિયાદ
આરોપીએ દારૃનો નશો કર્યો હોય અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો
વડોદરા, તા. 28, જાન્યુઆરી, 2020 મંગળવાર
નોન બેલેબલ વોરંટની બજવણી કરવા ગયેલા પોલીસ જવાન સાથે ઝઘડો કરનાર આરોપી અને તેના પરિવારજનો સામે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે,વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા એલ.આર.ડી.જવાન જતીન સુરેશભાઇ આગામી ૮મી ફેબુ્રઆરીએ યોજાનારી લોકઅદાલત સંદર્ભે સમન્સ વોરંટની બજવણી માટે સાથી કર્મચારી સાથે નીકળ્યા હતા.વાડી પોલીસ મથકના ગુનાના આરોપી શૈલેષ પ્રેમશંકર મીણા(રહે,રણમુક્તેશ્વર રોડ સાબુની મીલના કંપાઉન્ડમાં) સામે નોનબેલેબલ વોરંટ હોય તેના ઘરે ગયા હતા.આરોપીના ઘરે શૈલેષ,તેનો ભાઇ ચિરાગ,વિષ્ણુ,તથા અન્ય પરિવારજનો શારદાબેન,સંગીતા બેન,તથા અન્ય એક રાજેન શેર હાજર હતા.તમામે ભેગા મળીને પોલીસજવાનો સાથે ઝઘડો કર્યો હતો કે,તમે અત્યારે અમારા ઘરે આવનાર કોણ છો?રાત્રિ દરમિયાન વોરંટની બજવણી કરવા કેમ આવ્યા? અને શૈલેષ ને છોડી મુકવા જણાવ્યુ હતુ.આરોપીઓએ પોલીસજવાન ને કાયદેસરની ફરજ બજાવવામાં રુકાવટ ઉભી કરી હતી.જેથી આરેાપી શૈલેષ મીણા અને તેના પરિવારજનો સામે વાડી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે,આરોપી શૈલેષ દારૃનો નશો કર્યો હોય તેની સામે પ્રોહિબિશનનો ગુનો અલગથી દાખલ કરવામાં આવ્યો છે.