NRI સાથે રૃા.૮.૯૧ કરોડની ઠગાઇના આરોપીઓ હજી ફરાર,તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા માંગ
વડોદરા,તા.10 ફેબ્રુઆરી,2020,સોમવાર
બોગસ દસ્તાવેજો બનાવી ઇલોરાપાર્કની મિલકત ફટકારી મારી એનઆરઆઇ પાસે રૃા.૮.૯૧ કરોડ પડાવી લેવાના બહુચર્ચિત કિસ્સામાં ચાર મહિના પછી પણ આરોપીઓ નહીં પકડાતા ગોત્રી પોલીસ પાસેથી તપાસ પરત લઇ લેવા રજૂઆત કરવામાં આવી છે.
ઇલોરાપાર્કના સાત માળના અભિલાષા કોમ્પ્લેક્સની પ્રોપર્ટીના બોગસ દસ્તાવેજો બનાવી એનઆરઆઇ પંકજ શેઠ સાથે સોદો કરીને ઠગાઇ કરવાના કિસ્સામાં અમદાવાદના એસ્ટેટ બ્રોકરની હત્યા કેસમાં પકડાયેલા ક્રિષ્ણા સોમાની સહિત આઠ લોકો સામે ગુનો નોંધાયો હતો.
ગોત્રી પોલીસે હજી સુધી માત્ર બે જ આરોપીને પકડયા છે અને બીજા આરોપીઓને પોલીસ શોધી રહી છે.જેથી એનઆરઆઇએ આ ફરિયાદની તપાસ ગોત્રી પોલીસ પાસેથી પરત લઇ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.