લવ જેહાદના કેસમાં પકડાયેલો વિધર્મી ત્રણ દિવસના રિમાન્ડ પર
એસિડ એટેક અને પુત્રને મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું
વડોદરા,નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક સંતાનની માતાને વિધર્મી દ્વારા ધમકાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.લવ જેહાદના આ કિસ્સામાં નવાપુરા પોલીસે વિધર્મીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
લવ જેહાદના કિસ્સાની વિગત એવી છે કે, દોઢ વર્ષ પહેલા ૨૨ વર્ષની પરિણીતાનો નવાપુરા અનસારી મહોલ્લામાં રહેતો મહંમદ હુસેન શેખ સતત તેનો પીછો કરી છેડતી કરતો હતો.તેની ધમકીને વશ થઇ પરિણીતાએ પોતાનો મોબાઇલ નંબર પણ તેેને આપ્યો હતો.પરિચય થયાના બે મહિના પછી પરિણીતાના પતિ બહારગામ ગયા હોવાની જાણ મહંમદ હુસેન શેખને થઇ હતી.મોડી રાતે તે પરિણીતાના ઘરે ગયો હતો.પરિણીતાના માસૂમ પુત્રને મારી નાંખવાની તેમજ એસિડ એટેક કરી ચહેરો કદરૃપો બનાવી દેવાની ધમકી આપી હતી.આરોપીએ મરજી વિરૃદ્ધ પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.નવાપુરા પી.આઇ.એચ.એલ.આહિરે આરોપીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે,લવજેહાદનો કિસ્સો હોવાથી ઉંડાણપૂર્વક તપાસ કરવાની છે.મહિલાના પડાવી લીધેલા દાગીના રિકવર કરવાના છે.આરોપીને કોણે મદદ કરી હતી ? કોઇએ આર્થિક મદદ કરી હતી કે કેમ ? તેની તપાસ કરવાની છે.કોર્ટે આરોપીના તા.પાંચમી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.