Get The App

દીકરીની મદદે અભયમ: માતાએ દીકરીની સગાઈ તોડવાની હઠ લેતા અભયયની ટીમે સમજણ આપી ઉકેલ લાવ્યા

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
દીકરીની મદદે અભયમ: માતાએ દીકરીની સગાઈ તોડવાની હઠ લેતા અભયયની ટીમે સમજણ આપી ઉકેલ લાવ્યા 1 - image

વડોદરા,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર

વડોદરાના તરસાલી વિસ્તારમાંથી પીડિતબેનનો 181 અભયમ ઉપર કોલ આવેલ કે, મારી મમ્મીએ મને નાનીનાં ઘરેથી આવીને અચાનક આવી માર્યું અને જબરજસ્તી લઈ જવા માગે છે. માનસીક ત્રાસ આપે છે. તેથી સમજાવવા તમારી ટીમની મદદની જરૂર છે. જેથી અભયમની ટીમ પીડિતબેનને ત્યાં પહોંચી બેનને મળ્યા બાદ વ્યકિતગત કાઉન્સિલીંગ કરી જાણવા મળ્યું કે, પીડિતબેનની ઉંમર 19 વર્ષ છે. પણ તેઓ નાનપણથી તેમના નાનીને ત્યાં રહે છે.

તેમના માતા કહે છે, તારે નાનીનાં ઘરે નથી રહેવાનું, મારી સાથે ચાલ, તને મે જન્મ આપ્યો છે એટ્લે મારી સાથે જ રેહવાનું છે. તારી સગાઈ તોડાવી દઈશ. હું કહું ત્યાં જ તારે લગ્ન કરવું પડશે અને મારી સાથે જ રહેવાનુ છે. પીડિત બેનની હાલ સગાઈ થઈ છે. એ સગાઈ પણ તોડી નાખવા કહે છે. તેમના પીતા પણ પિડીત બેનના માતાને ઘણીવાર સમજાવ્યા છે પણ સમજવા તૈયાર નથી. સાસરીમાં છોકરાને ત્યા કોલ કરી પીડિતબેન વિષે તેમના માતા ભડકાવે છે. જેમા હકીક્ત એવી પણ જાણવા મળેલ કે, ઘણાં સમયથી તેમના માતાને માનસિક રોગની દવા ચાલુ હતી. જે દવા બંધ કરી દીધી છે. જે બાબતે અભયમે શાંતિથી તેમના માતાને સમજાવતા કહ્યુ કે, તમારી દિકરીની સગાઈ થઈ ગઈ છે અને એ નાની સાથે રહે છે. તેમના મામા જવાબદારી લે છે. પરંતુ તમે આમ દિકરીની સાસરીમાં કોલ કરીને તેમના સબંધ નાં બગાડવા જોઇએ. ધાકધમકી આપશો નહિ. જેથી માં અને દિકરી વચ્ચે થતા ઝઘડાનુ સમાધાન કરાવ્યું. જબરજસ્તી નાં કરે એ માટે કાયદાકીય સલાહ, સુચન અપવામાં આવેલ હતું.


Tags :