Get The App

નોકરી પર ગયેલી યુવતી બે દિવસ પરત નહિ ફરતાં પરિવાર પરેશાન,અભયમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

Updated: Oct 30th, 2024

GS TEAM


Google News
Google News
નોકરી પર ગયેલી યુવતી બે દિવસ પરત નહિ ફરતાં પરિવાર પરેશાન,અભયમે પરિવાર સાથે મેળાપ કરાવ્યો 1 - image

વડોદરાઃ શહેરની એક ફેક્ટરીમાં નોકરી કરતી યુવતી બે દિવસથી ઘેર નહિ જતાં પરિવારજનો પરેશાન થઇ ગયા હતા.આખરે અભયમે યુવતીનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

ફેક્ટરીમાં કામ કરતી યુવતી તેની સાથે નોકરી કરતા યુવકના સંપર્કમાં હતી.આ યુવકને ત્યાં પણ રોકાતી હતી અને યુવક તેને ઘેર મૂકી જતો હતો.પરંતુ નોકરી પર ગયા બાદ યુવતી ઘેર નહિ આવતાં પરિવારજનો ફેક્ટરી પર ગયા હતા.

યુવતીની સાથે મિત્રતા રાખનાર યુવકે પણ હું જાણતો નથી તેમ કહી જવાબ આપ્યો નહતો.યુવતી એકમહિલા કર્મી સાથે નોકરી પર આવતી હોવાથી અભયમે તેનું કાઉન્સેલિંગ કરી પરિવારજનોને સોંપી હતી.

Tags :