Get The App

એરપોર્ટ ઉપરથી બોગસ પાસપોર્ટ આધારે અમેરિકાથી આવેલો ન્યું રાણીપનો યુવક ઝડપાયો

૫૦ લાખમાં અમેરિકા જવા કલોલના એજન્ટ પાસે બનાવટી પાસપોર્ટ બનાવ્યો

બીજાના પાસપોર્ટ ઉપર યુવકનો ફોટો ચોંટાડયો હતો

Updated: May 17th, 2024

GS TEAM


Google News
Google News
એરપોર્ટ ઉપરથી બોગસ પાસપોર્ટ આધારે અમેરિકાથી આવેલો ન્યું રાણીપનો યુવક ઝડપાયો 1 - image

અમદાવાદ, શુક્રવાર

વિદેશ જવાની ઘેલછામાં લોકો બનાવટી પાસપોર્ટ બનાવડાવીને કાયદો હાથમાં લઇ રહ્યા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદ સરદાર પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ ઉપર દોહાથી અમદાવાદની ફ્લાઈટ આવી હતી.જેમાં પેસેન્જરનું ઈમિગ્રેશન ચેકિંગ હાથ દરમિયાન ભારતીય બનાવટી પાસપોર્ટ સાથે ન્યું રાણીપનો યુવક ઝડપાયો હતો. વર્ષ ૨૦૨૧માં રૃપિયા ૫૦ લાખ આપીને કલોલના એજન્ટ પાસે બનાવટી પાસપોર્ટ બનાવ્યો હોવાનું ઈમિગ્રેશન ઓફિસરની તપાસ દરમિાયન બહાર આવ્યું હતું. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

બીજાના પાસપોર્ટ ઉપર યુવકનો ફોટો ચોંટાડયો હતો, એરપોર્ટ પોલીસે એજન્ટ સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને એકની ધરપકડ કરી

અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ ઉપર ગઇકાલે મોડી રાતે  કતાર એરલાયન્સની ફ્લાઇટ દોહાથી અમદાવાદ આવી હતી જેમાં અમદાવાદની ફ્લાઇટના પેસેન્જરોના ઇમિગ્રેશન ચેંકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન ન્યું રાણીપ વિસ્તારમાં રહેતા જીતેન્દ્રકુમારનો બનાવટી પાસપોર્ટ હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછ દરમિયાન આ પોસપાર્ટ વર્ષ ૨૦૨૧થી ૨૦૨૨ દરમિયાન કલોલમાં રહેતા એજન્ટ જગાભાઈને રૃ.૫૦ લાખ આપીને પાસપોર્ટ બનાવવાની વાત કરી હતી. આરોપીએ અજાણ્યા શખ્સના ભારતીય પાસપોર્ટમાં પોતાનો ફોટો ચોંટાડીને મુંબઈ એરપોર્ટથી અમેરિકા સુધીની મુસાફરી કરી હતી. 

તારીખ ૧૭મી મધરાતે સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટમનલ-૨ પર આવ્યા તે વખતે ઈમિગ્રેશન ચેકીગમાં કરવામાં આવી રહ્યું હતું ત્યારે ઇમિગ્રેશન ઓફિસરને યુવકના પાસપોર્ટ ઉપર શંકા જતા તપાસ કરતા ભાંડો ફૂટયો હતો કારણકે પાસપોર્ટમાં અગાઉના પ્રવાસની ટિટેઇલના સ્ટેમ્પ મળી આવ્યા ન હતા જેથી ઈમિગ્રેશન ઓફિસરે જીતેન્દ્ર કુમારની પૂછપરછ હાથ ધરીને એરપોર્ટ પોલીસને સોપી દેવામાં આવ્યો છે. ત્યારે એરપોર્ટ પોલીસે જીતેન્દ્રકુમાર પટેલ અને એજન્ટ સહીત ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરીને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Tags :