Get The App

દહેગામ તાલુકાના કરોલી પાસે યુવક બાઇક સાથે કેનાલમાં ખાબકતાંં મોત

Updated: Aug 8th, 2024

GS TEAM

Google News
Google News
દહેગામ તાલુકાના કરોલી પાસે યુવક બાઇક સાથે કેનાલમાં ખાબકતાંં મોત 1 - image


હરખજીના મુવાડા ગામનો યુવાન નોકરીથી પરત ઘરે આવતો હતો ત્યારે અકસ્માત નડયો : પરિવારમાં શોક

દહેગામ :  દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામનો ૨૧ વર્ષીય યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન માર્ગમાં  આવતા કરોલી ગામ નજીક પસાર થતી માઇનોર કેનાલમાં કેનાલ પાસે કોઈ કારણોસર બાઈક પરનો કાબુ ગુમાવી દીધો હતો. યુવક બાઈક સાથે કેનાલમાં પડતા તેનું મોત નીપજ્યું હતું. પરિવારના વ્હાલસોયા એકના એક દીકરાના છ મહિના પહેલા જ લગ્ન થયાં હતા અને તે બે બહેનો ભાઈ હતો. તેના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

 બહિયલ આઉટ પોલીસ ચોકીથી મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે રહેતો જયેશસિંહ મોતીસિંહ ચૌહાણ (ઉ. વ. ૨૧) પોતાનું બાઈક લઈ નિત્યક્રમ મુજબ કુબડથલ પાસે આવેલી ફોનિક્સ નામની કંપનીમાં નોકરી જવા માટે નીકળ્યો હતો દરમ્યાન રસ્તામાં કરોલી ગામની સીમમાંથી પસાર થતી માઈનોર કેનાલના રોડ ઉપર જયેશસિંહે કોઈ કારણોસર પોતાની બાઈક ઉપરનો કાબુ ગુમાવવાને કારણે બાઈક કેનાલની ધારી ઉપર ચઢાવી દેતા તે કેનાલના પાણીમાં પડી જવાથી ડુબી ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં મળી આવેલ આધારકાર્ડના  આધારે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. બાદમાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવી લાશને બહાર કઢાવી દહેગામના સરકારી દવાખાને લઈ આવ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ દહેગામ પોલીસ મથકમાં કરવામાં આવતા બહિયલ આઉટ પોસ્ટ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં પોલીસે યુવકની લાશનું સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન બે બહેનોનો એક જ ભાઈ તેમજ માતા પિતાનો એકનો એક પુત્ર હતો તેના લગ્ન છ એક મહિના અગાઉ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.

Tags :