Get The App

આણંદના ભાલેજ બ્રિજ પર કારની ટક્કરે યુવકનું મોત

Updated: Oct 10th, 2024

GS TEAM

Google News
Google News
આણંદના ભાલેજ બ્રિજ પર કારની ટક્કરે યુવકનું મોત 1 - image

કાર અને બાઈક વચ્ચે અકસ્માત 

બાઈક સવાર અન્ય બે વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખસેડાયા, કાર ચાલક સામે ગુનો 

આણંદ: આણંદના ભાલેજ બ્રિજ પર બુધવારે મોડી રાત્રે કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ત્રણ યુવકોને ઈજા પહોંચી હતી. જેમાંથી એક યુવકનું કરમસદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આણંદના ઈસ્માઈલનગર વિસ્તારમાં રહેતા અને સિલાઈ કામ કરતા દિલકશરજા મહંમદઈર્શાદ શેખ પોતાની સાથે દુકાનમાં કામ કરતા મહંમદઅલ્તાફ મહંમદરજાઉલ શેખ અને મહંમદસમીર સાદીરહુસેન શેખ સાથે બુધવારે મોડી રાત્રે દુકાનનું કામકાજ પુરું કરી બાઈક પર ઘરે જઈ રહ્યા હતા.  ત્યારે ભાલેજ ઓવરબ્રિજ પર સામેથી પુરઝડપે આવેલી એક કારે બાઈકને ટક્કર મારતા ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્રણેય ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.  જ્યાંથી વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહંમદઅલ્તાફનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.