Get The App

ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો એક લાખના દાગીના ચોરી ગયો

Updated: Mar 5th, 2024

GS TEAM


Google News
Google News
ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો એક લાખના દાગીના ચોરી ગયો 1 - image

image : Freepik

- ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જ્વેલર્સની દુકાનમાંથી સોનાના એક લાખની કિંમતના દાગીના ચોરી ગયો હતો જે અંગે અટલાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

વડોદરા,તા.05 માર્ચ 2024,મંગળવાર

વડોદરાના પાદરામાં આર્યા ઈલાઈટમાં રહેતા હીરાભાઈ કૃષ્ણચંદ્ર બંગાળી અટલાદરા જ્યુપીટર હોસ્પિટલની બાજુમાં વટપ્રદ સોસાયટીમાં ભાડાના મકાનમાં આરપી જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ચલાવે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સવારે 11 વાગ્યે મે દુકાન ખોલી હતી. પોણા બાર વાગ્યે એક મજબૂત બાંધાનો ઊંચો લાઇનિંગ વાળું શર્ટ પહેરેલો આરોપી ગ્રાહકના સ્વાંગમાં મારી દુકાનમાં આવ્યો હતો અને સોનાની પાઇપની રીંગ ખરીદવાનું જણાવ્યું હતું. જેથી મેં મારા ડ્રોવરમાંથી સોનાની ડબ્બી ગાડીમાં મૂકી ગ્રાહકને બતાવી હતી પરંતુ તેને દાગીના પસંદ પડ્યા ન હતા. ત્યારબાદ તેણે મને ચાંદીના દાગીના બતાવવાનું કહેતા અમે બતાવ્યા હતા તેણે ચાંદીની એક બુટી પસંદ કરી હતી જેની કિંમત રૂ.640 હતી તેણે મને રૂ.700 આપી વીંટી સાફ કરી નાખો હું થોડીવારમાં આવું છું તેમ કહીને જતો રહ્યો હતો. થોડીવાર પછી મેં સોનાના દાગીનાની ડબ્બી શોધી હતી પરંતુ મળી ન હતી તે ડબ્બીમાં સોનાનું પેન્ડલ, બુટ્ટી બોરમાળા, રીંગ નાકની જળ મળીને એક લાખ રૂપિયાના દાગીના હતા તે દાગીના આરોપી ચોરી ગયો હતો.

Tags :