FOLLOW US

વડોદરામાં સારાભાઈ કમ્પાઉન્ડના સિક્યુરિટી જવાનનું બેહોશ હાલતમાં મોત

Updated: Sep 19th, 2023

વડોદરા,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર

વડોદરા શહેરના સારાભાઈ કમ્પાઉન્ડમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી જવાનનું બેહોશ હાલતમાં મળી આવ્યા હતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

 મૂળ રાજ રાજસ્થાનના સુથારોલી ગામના રહીશ અને હાલ વડોદરામાં પ્રિયા ટોકીઝ ગોત્રી રોડ પર આવેલા વેલેન્ટિયા ફ્લેટમાં રહેતા 23 વર્ષીય મનીષ છોટુ સુથાર છેલ્લા કેટલાક સમયથી સિક્યુરિટી ગાર્ડ તરીકે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલા નેપ્ચ્યુન ટાવરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાની ફરજ પર હતા ત્યારે ગતર રાત્રે 9:15 વાગ્યે બેહોશ હાલતમાં મળી આવતા તેમના સગા તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. 

ગોરવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat
English
Magazines