Get The App

અમદાવાદમાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાયા

૧૭૧૨ બાળકને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાયા 1 - image

અમદાવાદ,ગુરુવાર,24 માર્ચ,2022

અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં દસ કેસનો વધારો થતા નવા ૧૮ કેસ નોંધાવા પામ્યા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું.૧૪ દર્દી સાજા થયા હતા.૧૧૪૭૬ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૫૩૯૧ લોકોને બીજો ડોઝ તથા ૧૪૭૪ લોકોને પ્રિકોશન ડોઝ અપાયો હતો.૧૨થી ૧૪ વયના ૧૦૪૧૮ બાળકોને રસીનો પહેલો ડોઝ તેમજ ૧૫ થી ૧૮ વયના ૫૧૪ બાળકોને રસીનો પહેલો ડોઝ અને ૧૭૧૨ બાળકને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.