Gujarat
અમદાવાદમાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાયા
By GS Team
24 Mar 20221 min read
This article was originally published on 24 Mar 2022

અમદાવાદ,ગુરુવાર,24 માર્ચ,2022
અમદાવાદ શહેરમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં દસ કેસનો
વધારો થતા નવા ૧૮ કેસ નોંધાવા પામ્યા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ
નહોતું.૧૪ દર્દી સાજા થયા હતા.૧૧૪૭૬ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ અને ૫૩૯૧
લોકોને બીજો ડોઝ તથા ૧૪૭૪ લોકોને પ્રિકોશન ડોઝ અપાયો હતો.૧૨થી ૧૪ વયના ૧૦૪૧૮
બાળકોને રસીનો પહેલો ડોઝ તેમજ ૧૫ થી ૧૮ વયના ૫૧૪ બાળકોને રસીનો પહેલો ડોઝ અને ૧૭૧૨
બાળકને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.




