અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022
શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ટી.પી.રસ્તા ઉપરના દબાણ
મ્યુનિ.તંત્ર દુર કરી રહ્યુ છે.મકરબા વિસ્તારમાં વન માર્ટથી પોલીસ હેડ કવાટર્સ
સુધીના ૪૦ મીટરના રસ્તામાં આવતાં ચાર કોમર્શિયલ ઉપરાંત ઓટલા,ક્રોસવોલ સહિતના
૭૩૦૦ ચોરસફૂટ વિસ્તારમાં થયેલા દબાણ દુર કરી ૧૬૪૦ રનીંગ ફૂટ લંબાઈનો રોડ ખુલ્લો
કરવામાં આવ્યો હતો.


