લમ્પી રોગચાળા સામે સવા લાખ પશુઓને રસીથી સુરક્ષિત કરાયાં


પશુને મીનરલ મિક્ષર પાઉડર ખવડાવવા અપિલ

લમ્પી વાયરસના ચિન્હો પણ દેખાય તો તુરંત તેવા પશુઓની સારવાર થાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવાઇ

ગાંધીનગર :  લમ્પી રોગચાળા સામે રક્ષણ આપવા માટે ગાંધીનગર જિલ્લામાં સવા લાખ ઉપરાંત પશુને રસી મુકી દેવામાં આવી છે. દરમિયાન ગાંધીનગર જિલ્લામાં જ્યાં પણ પશુઓમાં લમ્પી વાયરસના ચિન્હો પણ દેખાય તો તુરંત તેવા પશુની સારવાર થાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પશુને અલગ કરી દઇ સમયસરની સારવાર અપાતા ફરીથી તંદુરસ્ત થઇ જતાં હોવાનો સારો અનુભવ પણ પશુ પાલકો અને તંત્રને થઇ રહ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં ૧.૨૫ લાખ ઉપરાંત પશુઓનું રસીકરણ કરીને તેને લમ્પી રોગચાળા સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે. છે. માણસા તાલુકામાં ૫૦ હજારથી વધુ ગાંધીનગર તાલુકામાં ૩૨ હજારથી વધુ, કલોલમાં ૧૫ હજારથી વધુ અને દહેગામ તાલુકામાં ૧૨ હજારથી વધુ પશુનું રસીકરણ કરવામાં આવ્યું છે. લમ્પી નામના વાયરસથી થતાં રોગથી પશુઓને બચાવવા માટે પશુપાલકોને મીનરલ મિક્ષર પાઉડર ખવડાવવા આ સાથે અપિલ કરવામાં આવી છે. અધિકારી સુત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે તમામ પશુપાલકોને ઘરગથ્થુ લાજની સમજ આપવા સાથે બિમાર પશુઓને સારવાર આપવામાં આવી હતી. લમ્પી સ્કીન ડીસીઝની અસર વધુ પશુઓમાં ન ફેલાય તે માટે જનજાગૃત્તિ લાવવા જિલ્લાના તમામ ગામમાં કેમ્પ યોજીને રોગના લક્ષણો, રોગ કેવી રીતે ફેલાય છે, તેને રોકવા શું તકેદારી રાખવી સહિતના મુદ્દે પશુપાલકોને જાગૃત કરાયા છે. લમ્પી રોગની અસર પશુઓમાં ૨૦થી ૨૫ દિવસે દેખાતી હોવાથી પશુઓના લે-વેચ પર રોક લગાવાઇ છે અને તેનું ચૂસ્ત પાલન કરવા માટે પણ પશુ પાલકોને સમજ આપવામાં આવી છે.

City News

Sports

RECENT NEWS