Get The App

વડોદરાના સયાજીગંજમાં હોટલની બહાર દારૂની બોટલ વેચતો ખેપિયો પકડાયો

Updated: Nov 6th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરાના સયાજીગંજમાં હોટલની બહાર દારૂની બોટલ વેચતો ખેપિયો પકડાયો 1 - image

વડોદરા,તા.6 નવેમ્બર 2023,સોમવાર

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં એક હોટલની બહાર દારૂની બોટલ વેચતા ખેપિયાને પોલીસે ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

સયાજીગંજ વિસ્તારમાં લિકરની પરમીટ ધરાવતી એક હોટલની બહાર રોડ પર ઉભા રહીને એક યુવક દારૂની બોટલનું વેચાણ કરી રહ્યો હોવાની વિગતો મળતા પોલીસે વોચ રાખી યુવકને ઝડપી પાડ્યો હતો.

પોલીસની પૂછપરછ દરમિયાન તેનું નામ કમલેશ અમરસિંહ રાજ (રામચંદ્ર ની ચાલી, ભીમનાથ મંદિર પાસે, સયાજીગંજ) હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી જુદી જુદી બ્રાન્ડની રૂ 20,000 ની કિંમતની વિદેશી શરાબની 22 બોટલ મળી આવી હતી. પોલીસે તેનો મોબાઇલ પણ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Tags :